15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે. ત્યારે એલસીબીએ વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ખાસ ઝુંબેશ ઉપાડી છે. દરમિયાન બાતમી મળી કે, ખૂન કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ હોય અને નાસતો ફરતો આ આરોપી દિવ નાયડા રોડ પર છે. આ બાતમીના આધારે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટીના માર્ગદર્શનમાં એલસીબી પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે સુખનાથ ચોકમાં રહેતા આરોપી હમીદ હુસેન અબુભાઇ હિંગોરાને ઝડપી લીધો હતો.
તેની પાસેથી 25,000ની કિંમતનો તમંચો તેમજ 2 જીવતા કાર્ટિસ મળી કુલ 25,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વધુ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે,વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશીએ ખુનના ગુનામાં ખોટી રીતે રસ લઇ સજા પડાવેલ હોય તેથી તેને મારી નાંખવાનો પ્લાન હતો. તમંચો તેમણે પોતાના મિત્ર અકિલ હનિફ સુમરા કે જે રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટયો હતો તેની પાસેથી મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.