તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વઘાવી અને તલીયાધર ગામને સર્વિસ રોડ મળશે

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વધાવી, તલિયાધર ગામોને સર્વિસ રોડ આપવાની સાંસદે ખાત્રી આપતા આ ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

આ અંગે વધાવી સરપંચ રામદેભાઇ જોગલે જણાવ્યું હતું કે, સોમનાથ નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે તેમાં વધાવી અને તલીયાધર ગામને સર્વિસ રોડ આપવાની માંગ હતી. જોકે, આ અંગે અનેક વખત રજૂઆત છત્તાં પ્રશ્ન ઉકેલાતો ન હતો. બાદમાં આ મામલે સાંસદ રાજેશભાઇ ચુડાસમાને રજૂઆત કરાઇ હતી.

રજૂઆત બાદ રાજેશભાઇ ચુડાસમાએ નેશનલ હાઇવેના અધિકારીને મળી વાત કરી હતી. બાદમાં વધાવી અને તલીયાધર ગામને સર્વિસ રોડ આપવાની સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...