નિર્ણય:મતદાન બહિષ્કારનું એલાન રદ, વેપારીઓ કરશે 100 % મતદાન

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુંડાતત્વો સામે કડક કાર્યવાહીની ખાતરી બાદ લેવાયો નિર્ણય

અસામાજીક તત્વોના ત્રાસ સામે કોઇ કાર્યવાહી ન થતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાપડ બજાર એસોસિએશન દ્વારા મતદાનના બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે હવે, ગુંડાતત્વો સામે કડક કાર્યવાહીની ખાત્રી મળતા મતદાન બહિષ્કારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે કલૉથ એન્ડ રેડિમેઈડ એસોસિએશન માંગનાથ રોડના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્ના,મહામંત્રી ચંદ્રકાન્તભાઇ દક્ષિણી, ઉપપ્રમુખ હિતેષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ તેમજ સંજયભાઇ કોરડીયા, હરેશભાઇ પણસારા, કિશોર ચોટલીયા, યોગીભાઇ પઢિયાર, ભીખાભાઇ જોષી,અતુલભાઇ શેખડા વગેરેએ વેપારીની મુલાકાત લીધી હતી અને ખાત્રી આપેલ હતી કે તમો નિષ્ફિકર રહેજો.

કોઈ પણ ચમરબંધી ગુનેગાર હશે તો પણ છોડવામાં નહી આવે. અમે તમામ લોકો અને પોલીસ તંત્ર પણ વેપારીની સાથે છીએ. આમ, યોગ્ય કરવાની તમામ લોકો તરફથી ખાત્રી મળતા મતદાન બહિષ્કારનું એલાન પરત ખેંચીયે છીએ. હવે તમામ વેપારીઓ તેનો અંતરઆત્મા જે કહે તે મુજબના પક્ષને 100 ટકા મતદાન કરશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...