તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતા:જૂનાગઢના માંગરોળ તાલુકાના દિવાસા ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન કરાયું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાસા પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું

વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા 'મારૂ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના દિવાસાની પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેરમાં ગામમાં સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન પણ કરવામાં આવ્યું છે.

દિવાસા પ્રાથમિક શાળા ખાતે 5 બેડની સુવિધા, તેમજ બે તબીબો સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જરૂરીયાત મુજબ બેડની સંખ્યા વધારવામાં આવશે. ગ્રામજનો કોવિડ સેન્ઠર માટે સહયોગી થઇ રહયા છે.દિવાસા કોવિડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવતા તબીબ રાજુભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે, મોટા ભાગે લોકો કોરોનાની થોડી અસર જણાતાં જ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયા જેથી તેઓ ઝડપભેર સાજા થયા છે.

દિવાસા ગામના સરપંચ વિરૂબેન ચુડાસમાના જણાવ્યા મુજબ ગામને કોરોનાથી મુક્ત કરવા માટે ગામવાસીઓ આગળ આવી સહાયક બન્યા છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓ ઝડપભેર સ્વસ્થ થયા છે. તેમજ કોરોનાની પ્રાથમિક અસર જણાતા લોકો હોમ આઇશોલેટ દ્વારા જ સ્વસ્થ થયા છે.

દિવાસા ગામની વસ્તી અંદાજે 3600ની છે. આ ગામ કોરોનાની બીજી લહેરમાં ગામમાં સંક્રમણ અટકાવવા સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમજ પ્રાથમિક શાળા ખાતે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દર્દીઓની સારવાર-સુવિધા સાથે કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...