ગાયોનું રસીકરણ:વિશ્વ હિન્દુ પરિષદે 8 દિવસમાં 1,450 ગાયોને વેક્સિન આપ્યું

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લમ્પી વાઇરસ સામે ગૌમાતાને રક્ષણ આપવા ટીમ સજ્જ
  • ગાયને વેક્સિન અપાવવી હોય તો તે માટે નંબર જારી કરાયા

જૂનાગઢમાં લમ્પી વાઇરસ સામે ગૌમાતાના રક્ષણ માટે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ મેદાનમાં ઉતરી છે. આ ટીમ દ્વારા ગૌમાતાને વેક્સિન આપવાની કામગીરી છેલ્લા 8 દિવસથી હાથ ધરાઇ રહી છે. હજુ પણ આ કામગીરી જારી રખાઇ છે અને તેના માટે નંબર પણ જારી કરાયા છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિરેનભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા છેલ્લા 8 દિવસથી ગાયોને વેક્સિન આપવાની કામગીરી કરાઇ રહી છે.

આઠ દિવસમાં 1,450 ગૌધનને વેક્સિન અપાયું છે. આમ લમ્પિ રોગથી ગૌમાતાને રક્ષિત કરવા વેક્સિનની કામગીરી નિસ્વાર્થ ભાવે કરાઇ રહી છે. હાલ ગાંધીગ્રામ વિસ્તારમાં ઘરે ઘરે જઇ ગાયોને વેક્સિન અપાઇ રહી છે. જો કોઇપણ ગાયમાતાને વેક્સિન અપાવવાની હોય તો ડોકટર દિપ્તેશસિંહ ચુડાસમાનો 9157177980 નંબર પર અથવા હિરેનભાઇ રૂપારેલીયાનો 9879014841 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છેે.

અન્ય સમાચારો પણ છે...