તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામના ખેડૂતને તેના ખેતરમાં સોનાની માયા હોવાનું કહી તે શુદ્ધ કરવાના બહાને સોનાનો નાગ ચડાવો પડશે તેમ કહીને 4.71 લાખની છેતરપિંડી કરનાર છ શખ્સોને પોલીસે ઝડપી લઇ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. ખેડૂત પાસે જમીન વેચાણના રૂપિયા આવ્યા હોવાની આરોપીઓને ખબર પડતા છેતરપિંડીનો પ્લાન ઘડ્યો હતો
ખેતરમાં સોનાની માયા હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો
સુખપુર ગામે રહેતા ખેડૂત ભુપતભાઈ પરબતભાઇ રામાણીને તેમના ગામના લાલજીભાઈ અને રવજીભાઈ સહિતના ચાર શખ્સોએ તેના ખેતરમાં સોનાની માયા હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ અઘોરી બાબાને બોલાવીને વિધિ કરવા માટે સોનાનો નાગ અને ધુપ કરવી પડશે તેમ જણાવી 4.71 લાખની રકમ પડાવી લીધી હતી.આથી ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડી આચરનાર લાલજી રામજી લીંબાણી, રવજી ઉર્ફે રવિ બાપુ ખીમા રાઠોડ, કાળુશા ઇસ્માઇલશા રફાઈ, દિનેશ ઉર્ફે સુરેશ ખીમા રાઠોડ અને અસલમશા રહેમાનશા બાનવા (સાસણ)ની ધરપકડ કરી હતી.
આરોપીએ ભેંસાણ બાજુથી ભભુત મળશે અને રૂ.51 હજારનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું
પોલીસ પૂછપરછમાં ખેડુત ભુપત પર દેણું થઈ ગયું હોવાથી પોતાની જમીન વહેંચી હોવાના કારણે મોટી રકમ આવી હોવાનું ગામમાં જ રહેતો આરોપી લાલજી લીંબાણીને જાણ થઈ હતી. તેણે તેના મિત્ર રવજીભાઈને વાત કરી ભુપતને શીશામાં ઉતારવાનું કાવતરૂ ઘડ્યું હતું. રવિબાપુએ સોનુ-માયા બતાવી છેતરપિંડી કરવામાં માહિર એવા તેના પરિચીત કાળુશા ફકીરને જણાવી ભુપતને મળી તેની જમીનમાં માયા દટાયેલી હોવાથી વિધી કરવામાં આવે તો તે માલામાલ થઈ જશે એવું જણાવી વિધિ કરવા માટે સ્મશાનની ભભુત જોઈએ અને તે ભેંસાણ બાજુથી મળશે તેનો રૂ.51 હજારનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.
ખેતરમાં વિધી કરી ત્રણ સોનાના બિસ્કીટ જણાવી પિત્તળના બિસ્કીટ કાઢી ભુપતને વિશ્વાસમાં લીધો
ભેસાણ જઇ દિનેશ ઉર્ફે સુરેશ ખીમાભાઈ રાઠોડને રૂ.51 હજાર આપી ભભુત લીધી હતી. ત્યારબાદ આ ભભુત ખેતરમાં આયોજનપૂર્વક વિધી કરી ત્રણ સોનાના બિસ્કીટ જણાવી પિત્તળના બિસ્કીટ કાઢી આપી ભુપતને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ ત્રણેયએ વધુ માયા માટેની વિધી કરવા સાડા સાત તોલાના સોનાના નાગની જરૂરિયાત પડશે. જેના માટે રૂ.4.20 લાખની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
ભુપતે જમીન વેચી રૂપિયા બેંકમાં મૂક્યા હતા
ભુપતે જમીન વેચીને મળેલા રૂપિયા HDFC બેંકમાં મૂક્યા હોય ત્યાંથી ઉપાડી આપ્યા હતા. ખેતરમાં ત્રણ-ચાર કલાક વિધી કરી ડબ્બામાં નાગ મુક્યો હતો. એને બે ત્રણ દિવસ બાદ ખોલી ખેતરમાં બતાવેલ જગ્યાએ ખોદકામ કરવા જણાવ્યું હતું. જેથી બે-ત્રણ દિવસ બાદ ભુપતભાઇ રામાણીએ ખેતરમાં બતાવેલા સ્થળે તપાસ કરતા કોઈ માયા કે સોનુ મળ્યું ન હતું. ત્યારબાદ આરોપીના સંપર્ક કરતા વાયદાઓ કરી રહ્યા હતા. થોડાક દિવસો પછી તમામ લોકોએ મોબાઈલ ફોન બંધ કરી દીઘા હતા. જેથી ખેડૂત ભુપતભાઇ રામણીને છેતરાયા હોવાનું જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.