તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં મુશ્કેલી:વિસાવદર બિલખા સ્ટેટ હાઇવે ફરી એકવાર બંધ કરાયો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદના કારણે ડાયવર્ઝનનું ફરી ધોવાણ થતા

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડાયવર્ઝનનું ધોવાણ થતા વિસાવદર બિલખા સ્ટેટ હાઇવેને બંધ કરવાની ફરજ પડી છે. સ્ટેટ હાઇવે બંધ થતા લોકોને 30 કિમી સુધી ફરીને જવું પડશે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વિવેકગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વિસાવદર બિલખા સ્ટેટ હાઇવે પરના ખંભાળીયા ગામ પાસે પુલના કામને લઇને ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. દરમિયાન છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેતા ભારે વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા આ ડાયવર્ઝનનું ધોવાણ થયું છે. ડાયવર્ઝનનું ધોવાણ થતા સ્ટેટ હાઇવેને બંધ કરવાની ફરજ પડી છે. આના કારણે ખંભાળીયા અને વિરપુર ગામના લોકો અસરગ્રસ્ત બન્યા છે. વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બિલખા-મોટા કોટડા- વિસાવદર થઇને 30 કિમી ફરીને જવું પડશેે. ઉપરવાસમાં પાણીની આવક બંધ થતા ડાયવર્ઝનનું રિપેરીંગ કામ હાથ ધરી ફરી વાહન વ્યવહાર શરૂ કરાશે. આ જ રીતે વિસાવદર ધારી બાયપાસ રોડ પર રેલવેના અંડરપાસમાં પાણી ભરાતા વિસાવદરના ગ્રામજનો અસરગ્રસ્ત બન્યા છે. હવે તેમણે વિસાવદર કાલસારી રોડ જોઇનીંગ ટુ વિસાવદર ધારી રોડ પર 2 કિમી ફરીને જવું પડશે. જોકે, આ અન્ડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરી એકાદ દિવસમાં જ પુરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...