તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભેંસાણથી જૂનાગઢ સુધીના રોડ માટે 41.11 કરોડની રકમ મંજૂર કરાઇ છે. ત્યારે વિસાવદર- બિલખા-જૂનાગઢ રોડ નવો બનાવવા માટે પણ રકમ મંજૂર કરવા માંગ કરાઇ છે. આ અંગે જૂનાગઢના એડવોકેટ પ્રતિકભાઇ રાવલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, વિસાવદર-બિલખા-જૂનાગઢ રોડ અત્યંત ખરાબ થઇ ગયો છે.
પરિણામે આ રોડ પરથી પસાર થતા હજ્જારો વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. વળી, ખરાબ રસ્તાના કારણે 20 કિમીથી વધુની ઝડપે વાહન ચાલી શકતા ન હોય દર્દીઓને સમયસર હોસ્પિટલે પણ પહોંચાડી શકાતા નથી. જ્યારે ખરાબ રસ્તાના કારણે આ વિસ્તારના ખેડૂતોને પોતાની ખેત જણસ યાર્ડે પહોંચાડવામાં પણ મુશ્કેલી પડે છે.
આ રોડ પર યાત્રાધામો, હોસ્પિટલો, સ્કૂલો, કોલેજો વગેરે આવેલ હોય ખરાબ રસ્તાના કારણે તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન ભેંસાણ-જૂનાગઢ રોડ માટે 41.11 કરોડ મંજૂર કરાયા છે ત્યારે વિસાવદર-બિલખા-જૂનાગઢ રોડ માટે પણ રકમ મંજૂર કરાવી આ રોડ નવો બનાવવા માંગ કરાઇ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.