જૂનાગઢના હાથીખાના ખાતે આવેલ ગ્રાહક સુરક્ષા ફોરમ કોર્ટની બાજુમાં નવનિર્મિત આૈદ્યોગિક અદાલત અને શ્રમ અદાલતના નવા કોર્ટ બિલ્ડીંગનું શુક્રવારે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ બિ જૂનાગઢના બહુમાળી ભવન, સરદાર બાગ ખાતે કાર્યરત રહેલ ઔદ્યોગિક અદાલત અને શ્રમ અદાલતનું ઔદ્યોગિક અદાલત, ગુજરાત અમદાવાદના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયું છે. વર્ચ્યુઅલ ઉદ્ધાટન કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજાએ કર્યું હતું.
આ તકે ઔદ્યગિક અદાલત,ગુજરાત અમદાવાદ પ્રમુખ એન. ડી. પીઠવા, જિલ્લા ન્યાયાધીશ રિઝવાનાબેન બુખારી, મેયર ધીરૂભાઇ ગોહેલ, અદાલતોના ન્યાયાધીશ, સરકારી વકીલ એન.કે. પુરોહિત, વકીલ મંડળ, લેબર પ્રેક્ટિશ્નર એસો.ના હોદ્દેદારો, વકિલોની ઉપસ્થિતી રહી હતી. આ બિલ્ડીંગમાં 3 અદાલતો બેસી શકે તેવી સુવિધા છે. આ ઉપરાંત એસી કોર્ટરૂમો, લીફ્ટ, આરઓનું પાણી, યુરીનલ, દિવ્યાંગ વ્યક્તિ માટે વ્હીલચેર તેમજ સ્લોબ, પુરતી પાર્કિંગની સુવિધા ઉભી કરાઇ છે. આ બિલ્ડીંગ રેલવે સ્ટેશન, મજેવડી ગેઇટથી નજીક તેમજ જિલ્લા ન્યાયાલય, ફેમીલી કોર્ટ, ગ્રાહક સુરક્ષા ફોર્મની પણ બાજુમાં છે જેથી પક્ષકારોને વાહન વ્યવહારની પણ પુરતી સુવિધા મળશે તેમ લેબર કોર્ટના ન્યાયાધીશ એ.એમ. શેખે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.