જંગલના રાજાનો અલગ અંદાજ:ગીર વિસ્તારમાં બાળસિંહ સાથે સિંહની મસ્તીનો વીડિયો વાઈરલ

જુનાગઢ20 દિવસ પહેલા
  • પોતાના બચ્ચા પ્રત્યે પ્રેમ વ્યકત કરી રહેલા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

ગીર જંગલમાં વિહરતા સિંહના અવારનવાર અદભુત વીડિયો વાઈરલ થતા રહે છે. હાલ પણ બાળસિંહ સાથે મસ્તી કરી રહેલા એક સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

સોશિયલ મીડિયામાં ગીર જંગલ વિસ્તારમાં એક બાળસિંહ સાથે સિંહ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે. બાળસિંહ પણ ગેલમાં આવી ઉછળકૂદ કરતું જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા ચોમાસા દરમિયાન સિંહણ સાથે ત્રણ બાળસિંહ વરસાદની મજા લેતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...