તાલાલા નજીક અકસ્માતમાં તલાટી મંત્રી રવિકુમાર બાલકૃષ્ણ દવેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા માહિતી છુપાવવામાં આવી હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યાં છે. તેમજ જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન) દ્વારા ગૃહમંત્રીને રજુઆત કરાઇ છે. આ અંગે જયદેવભાઇ જોશીએ કહ્યું હતું કે, વિપ્ર યુવાનનાં મર્ડરને અકસ્માતમાં ખપાવી જે લોકોએ હકીકત છુપાવી છે,તેની સામે ગૃહમંત્રી અને મુખ્ય મંત્રીને રજુઆત કરી છે. પોલીસની શંકાસ્પદ તપાસ કરનારઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી અને હત્યારાઓ સામે આઇપીસીની કલમ 302 નો ગુનો દાખલ કરવા માંગ છે.
કાયદેસરની કાર્યવાહી નહી કરવામાં આવે તો આ તો પરશુરામ ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ એક થઇ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરે છે. આ માંગણી સંતોષવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મિટીંગમાં કાર્તિકભાઇ ઠાકર, આશિષભાઇ ઉપાધ્યાય, કમલેશભાઇ ભરાડ, મનીષભાઇ ત્રિવેદી સહિતનાં હાજર રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.