આમ તો ગિરનારનું જંગલ સિંહો નું રહેણાક ક્ષેત્ર કહેવાય છે.જ્યા 35 થી વધુ સિંહો હોવાનું વાં વિભાગ દ્વારા જણાવાયું છે ત્યારે સિંહને જોવા દૂર દૂરથી લોકો સાસણ સફારી પાર્ક અને દેવળીયા પાર્કમાં જાય છે પરંતુ અચાનક જ ક્યારેય વિચાર્યું ન હોય તેમ સિંહોના વિસ્તારમાં જો સિંહ સામે મળી જાય તો મજા પડી જાય અને સાથે સાથે શ્વાસ પણ અધ્ધર થઈ જાય.
ત્યારે અવાર નવાર જુનાગઢ ગીરનાર પર્વત નજીક આવેલી વિલીંગ્ડન ડેમ કે જ્યાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય ની મોજ માણવા આવતા હોય છે અને આ ડેમ પરથી નયનરમ્ય દ્રશ્ય અને સૌંદર્ય પ્રકૃતિનો અદભુત નજારો જોવા મળે છે ત્યારે ડેમ ના કાંઠા વિસ્તારમાં પાણી પીવા અને જંગલ વિસ્તાર નજીક હોવાના લીધે સિંહો ડેમ પર આવી ચડતા હોય છે પરંતુ આ વાયરલ થયેલ વીડિયોમાં ડેમ પર પ્રવાસીઓએ ચાલવાના રસ્તે ધોળા દિવસે સિંહ બિંદાસ લટાર મારતો જોવા મળે છે.
ત્યારે સિંહના આવતા જ ડેમ પરના રેકડી ધારકોએ પણ જાણે કે પોતાની રેકડી છોડી ભાગી જવું પડ્યું હોય તેમ માલિક વિનાની રેકડીઓ પણ આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ સિંહ ડેમ પર આવી જતા વન વિભાગ દ્વારા પણ સિંહને જંગલમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.