તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતૃત્વ પ્રેમ:ગીર જંગલમાં મોઢામાં પકડી પોતાના બચ્ચાને સલામત સ્થળે ખસેડતી સિંહણનો વીડિયો વાઈરલ

વેરાવળ10 દિવસ પહેલા
 • નવજાત બચ્ચાને લઈ રોડ ક્રોસ કરી રહેલી સિંહણ કેમેરામાં કેદ થઈ

માં તે માં બીજા બધા વન વગડા ના વા ની કહેવત સાર્થક કરતો એક વિડીયો ગીર જંગલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક સિંહણ પોતાના નવજાત બચ્ચાને સુરક્ષિત જગ્યાએ જવા મોઢામાં લઈ રોડ ક્રોસ કરી રહેલ સિંહણ અને તેના બચ્ચાંના દર્શયો મોબાઈલમાં કેદ કર્યા છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં માનવજાતમાં રહેલ મા નો અપાર પ્રેમ પ્રાણીઓમાં પણ હોય છે તે રોમાંચકપૂર્વક નિહાળી રહ્યા છે.

માનવજાત હોય કે પ્રાણી જાત મા નો પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ અને તેનું સ્થાન ક્યારેય કોઈ લઈ શકતું નથી. મા હમેંશા બાળકોની ચિંતા કરતી જ હોય છે. આ જ માતૃત્વના પ્રેમનો એક કિસ્સો ગીર જંગલમાં કેમેરામાં કેદ થયો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયોમાં એક સિંહણ પોતાના નવજાત બચ્ચાનું જતન કરતી જોવા મળે છે. આ સાથે સિંહણ નવજાત બચ્ચાને મોઢામાં લઈ જંગલનો રસ્તો ક્રોસ કરી સુરક્ષિત જગ્યાએ લઈ જતી જોવા મળે છે. સિંહણ પોતાના નવજાત બચ્ચાને અન્ય પ્રાણીઓથી બચાવવા દૂર લઈ જતી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

વાયરલ થયેલ વીડિયો જંગલ સફારીના રૂટ આસપાસના વિસ્તારનો હોવાની ચર્ચા થઈ રહી છે. પણ આ વિડીયોમાં સિંહણના માતૃત્વ પ્રેમની ઝાંખી થઈ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો