ચકાસણી પૂર્ણ:શહેરમાં 196 તલાટી કમ મંત્રીની પરીક્ષાના પેપરની ચકાસણી પૂર્ણ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ટૂંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવશે

જૂનાગઢમાં યોજાયેલ તલાટી કમ મંત્રીની પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ છે. હવે ટૂંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવશે. આ અંગે ડેપ્યુટી ડાઇરેકટર જે.ડી.જોશીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 7 અને 8 મે એમ બે દિવસ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. બાદમાં પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી શરૂ કરાઇ હતી.

વિકાસ કમિશ્નર સંદિપકુમારની સૂચના હેઠળ અધિક વિકાસ કમિશ્નર ડી.ડી. જાડેજા, મદદનિશ વિકાસ કમિશ્નર શ્વેતાબેન રાઠોડ અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પેપર ચકાસણીની કામગીરી પંચાયતી રાજ તાલીમ ભવનના નિયામક પંકજ ઓંધીયા, નાયબ નિયામક જે.ડી. જોષી તેમજ સ્ટાફના આર.બી. મેઘનાથી, આર. કે. મુંગરા તેમજ જિલ્લા પંચાયતના ફાળવેલ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આશરે 196 જેટલા તલાટી કમ મંત્રીઓની ખાતાકિય પરીક્ષાના 1 થી 4 પેપરો ચકાસવાની કામગીરી વિડીયોગ્રાફી સાથે કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર પૂર્ણ કરાઇ છે. હવે ટૂંક સમયમાં તલાટી કમ મંત્રીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...