જૂનાગઢના મધુરમ બાયપાસ રોડ પર થોડા દિવસો પહેલાં એક વેપારી પર ખુની હુમલો થયો હતો. જેમાં વેરાવળના નાવદ્રાના વકીલની પણ ધરપકડ કરાઇ હતી. જેમાં તેણે કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
વેરાવળ તાલુકાના નાવદ્રાના વતની વકીલ આબીદભાઇ ઇસ્સાભાઇ સુમરા (ઉ. 40) સામે જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ખુની હુમલા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં તેણે જામીન અરજી કરી છે. એમાં એવી દલીલ કરી હતી કે, બનાવના 25 કલાક બાદ એફઆઇઆર નોંધાઇ છે. અને પોતાને પણ ખોટી રીતે કસ્ટડીમાં રખાયો છે.
વળી ઇજાગ્રસ્તને 4 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી. વળી એફઆઇઆરમાં પોતાનું નામ નથી. જોકે, ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રોહન ચુડાવાલાએ સરકારી વકીલ જે. એમ. દેવાણીની દલીલો માન્ય રાખી આરોપી વકીલની જામીન અરજી ફગાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.