પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી:વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રીની બિનહરિફ વરણી કરાઈ, હોદ્દેદારોએ સક્રિય ભૂમિકા ભજવવાની ખાતરી આપી

વેરાવળ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ તરીકે બિપીનભાઈ સોલંકી અને મહામંત્રી તરીકે લક્ષ્મણભાઈ પરમારની વરણી
  • બેઠકમાં હાજર સૌ શિક્ષક સભ્યોએ નિર્ણયને આવકારી નવા હોદ્દેદારોના હારતોરા કર્યા

વેરાવળ તાલુકા પે સેન્ટર શાળા-1 ખાતે વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના નવા હોદ્દેદારોની વરણી માટે એક બેઠક ભીખાભાઇ બાકુના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ વેરાવળના પ્રમુખ તરીકે બિપીનભાઈ સોલંકી (ચાંડુવાવ) અને મહામંત્રી તરીકે લક્ષ્મણભાઈ પરમારના નામની દરખાસ્ત થઈ હતી. જેની સામે અન્ય કોઈએ દાવેદારી ન કરતાં બંન્નેની સંઘના હોદ્દેદારો તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેને બેઠકમાં હાજર સૌ શિક્ષક સભ્યોએ આવકારી નવા હોદ્દેદારોના હારતોરા કર્યા હતા.

આ બેઠકમાં HTAT જિલ્લા સંઘના પ્રમુખ હરેશભાઇ પંપાણીયા તથા તાલુકા ઘટક સંઘના તમામ ડેલિગેટ શિક્ષક સભ્યો અને પે સેન્ટર શાળાના આચાર્ય સહિતના લોકો હાજર રહ્યા હતા. બેઠકમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના વર્તમાન હોદ્દેદારોની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ અને મહામંત્રીની નિમણૂંક કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ તકે નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઈ સોલંકીએ શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા સક્રિય ભૂમિકા ભજવી કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા ભીખાભાઇ બાકુ અને પ્રાસંગિક પ્રવચન ગોહેલ સાહેબ તથા આભાર વિધિ અનિલભાઈ પંપાણીયા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે બેઠકમાં સંઘના પૂર્વ પ્રમુખ જેશાભાઈ સોલંકી, રામભાઈ બારડ, રાજસીભાઈ સોલંકી અને મુળુભાઈ છાત્રોડિયા સહિત મોટી સંખ્યામાં વેરાવળ તાલુકાના શિક્ષકોએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...