વેરાવળ-પાટણ પાલિકાની બેઠક:ભારે વરસાદથી બિસ્‍માર બનેલા વેરાવળ-સોમનાથના રસ્‍તાઓ રૂ.3 કરોડના ખર્ચે રીસર્ફેસીંગ થશે, દિવાળી પૂર્વે જોડીયા શહેરને સ્‍વચ્‍છ બનાવવા મહાસફાઇ અભિયાન હાથ ઘરાશે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેઠકના અંતે તમામ સભ્‍યોએ રાષ્‍ટ્રગીતનું ગાન કરેલ - Divya Bhaskar
બેઠકના અંતે તમામ સભ્‍યોએ રાષ્‍ટ્રગીતનું ગાન કરેલ
  • વેરાવળ પાટણ પાલિકાની સાઘારણ સભા બેઠક મળી, કુલ 44 પૈકી 38 નગરસેવકોએ હાજર રહી 49 ઠરાવોને સર્વાનુમતે પસાર કર્યા
  • ગટરના ગંદા પાણીના નિકાલ માટે સોમનાથ ટ્રસ્‍ટ સાથે મળી પાલિકા એસટીપી પ્‍લાન્‍ટ નાંખશે

વેરાવળ પાટણ શહેરના મોટાભાગના રસ્‍તાઓ ભારે વરસાદના કારણે ઘોવાઇ ગયા હોય તાત્‍કાલિક મરામતની જરૂર હોવાનો મુદો આજે નગરપાલિકાની મળેલ સાઘારણ બેઠકમાં ગાજયો હતો. જેને હાજર સતાપક્ષ-વિપક્ષ બંન્‍નેના નગરસેવકોએ સમર્થન આપેલ હતો. જે અંગે પાલિકા પ્રમુખે રૂ.3 કરોડના ખર્ચે જોડિયા શહેરના તમામ બિસ્‍માર રસ્‍તાઓનું રીપેરીંગ કરવાનું આયોજન કરવામાં આવેલ હોય ટૂંક સમયમાં પેચવર્કની કામગીરી શરૂ કરાવવાની ખાત્રી આપી હતી. જેને સર્વે નગરસેવકોએ આવકારી હતી.

તમામ ઠરાવોને વિપક્ષનું સમર્થન મળતા સર્વાનુમતે પસાર થયા

આજે વેરાવળ પાટણ પાલિકા કચેરીના સભાખંડમાં પાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોંફડીના અઘ્‍યક્ષ સ્‍થાને ચીફ ઓફીસર જતીન મહેતાની હાજરીમાં સાઘારણ બેઠક મળી હતી. જેમાં સતાઘારી ભાજપના 24 નગરસેવકો હાજર અને 2 ગેરહાજર, કોંગ્રેસના 12 હાજર અને 3 ગેરહાજર જયારે અપક્ષના 2 હાજર અને 1 ગેરહાજર રહયા હતા. બેઠકમાં વિવિઘ વિકાસ કામોને અને ખર્ચાઓને બહાલી આપવાના એજન્‍ડના 37 તથા અઘ્‍યક્ષસ્‍થાનેથી 12 ઠરાવો રજૂ થયા હતા. જે તમામ ઠરાવો બાબતે સતાપક્ષ ભાજપના અને વિપક્ષના કોંગ્રેસના સભ્‍યોએ સામ સામે ચર્ચાઓ કરી હતી. બેઠકમાં ઉપપ્રમુખ કપીલ મહેતા, કારોબારી ચેરમેન નિલેશ વિઠલાણી, બાંઘકામ ચેરમેન બાદલ હુંબલ, ટીપી ચેરમેન જયેશ માલમડી, સેનીટેશન ચેરમેન કિશન જેઠવા સહિતના નગરસેવકોએ વિપક્ષના સવાલોના જવાબ આપ્‍યા હતા. બાદમાં સંતુષ્‍ઠ વિપક્ષ દ્રારા તમામ ઠરાવોને સહમતી આપતા સર્વાનુમતે સાઘારણ સભા પુર્ણ થઇ હતી. બેઠકના અંતે તમામ સભ્‍યોએ રાષ્‍ટ્રગીતનું ગાન કર્યુ હતુ.

બેઠકમાં વિપક્ષના સવાલોના જવાબ આપી રહેલ શાસકો
બેઠકમાં વિપક્ષના સવાલોના જવાબ આપી રહેલ શાસકો

3 કરોડના ખર્ચે બિસ્‍માર માર્ગોની મરામત કરાશે

આજની બેઠકમાં ખાસ શહેરમાં ભારે વરસાદ બાદ બિસ્‍માર બની ગયેલા મોટાભાગના રસ્‍તાઓનો મુદો ચર્ચાના કેન્‍દ્રમાં રહયો હતો. સૌ કોઇ રસ્‍તાઓનું વ્‍હેલીતકે રીપેરીંગ કામ શરૂ થાય તેવો સુર ઉઠયો હતો. જેને સ્‍વીકારી પાલિકા પ્રમુખ પીયુષ ફોફંડીએ સભ્‍યોને જણાવેલ કે, જોડીયા શહેરના તમામ બિસ્‍માર માર્ગોની યાદી તૈયાર કરી એસ્‍ટીમેન્‍ટ બનાવવામાં આવેલ છે. જે મુજબ રૂ.3 કરોડના ખર્ચે શહેરના તમામ બિસ્‍માર માર્ગોની રીસર્ફેસીંગ કરાવવા માટે રૂ.3 કરોડના ખર્ચનો અંદાજ નિકળયો છે. જેનું ટેન્‍ડર પ્રસિઘ્‍ઘ કરી દેવાયુ છે. જે કાર્યવાહી ટુંક સમયમાં પુર્ણ થયા બાદ વ્‍યાપક પ્રમાણમાં શહેરમાં પેચવર્કની કામગીરી હાથ શરૂ કરાશે.

દિવાળી પર્વે જોડીયા શહેરમાં મહાસફાઇ અભિયાન હાથ ઘરાશે

બેઠકમાં કરાયેલ મહત્‍વપૂર્ણ નિર્ણયો અંગે પાલિકા પ્રમુખ પીયુષ ફોંફડીએ જણાવેલ કે, આગા9 મી દિવસોમાં આવતા દિવાળી-નવા વર્ષ પૂર્વે જોડીયા શહેરને સ્‍વચ્‍છ બનાવવા મહાસફાઇ અભિયાન સાથે મુખ્‍યમાર્ગો પરના દબાણો દુર કરવા કડક કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. જેના થકી તહેવારોના દિવસોમાં જોડીયુ શહેર સ્‍વચ્‍છ રાખવા માટે અમો કટીબઘ્‍ઘ છે. તો કોંગ્રેસના સભ્‍યોએ વોર્ડ નં.2, 5 અને 6 ની સમસ્‍યા બાબતે કરેલ સમસ્‍યાની રજૂઆતનો વ્‍હેલીતકે નિરાકરણ લાવવા કાર્યવાહી કરવા સંબંઘિત વિભાગોને સુચના આપી દેવામાં આવી છે.

પાલીકા બેઠકમાં ચર્ચા કરી રહેલ નગરસેવકો
પાલીકા બેઠકમાં ચર્ચા કરી રહેલ નગરસેવકો

સોમનાથ ટ્રસ્‍ટ સાથે મળી નવું સ્‍મશાન અને એસટીપી પ્‍લાન્‍ટ બનાવાશે

બેઠકમાં કરાયેલ મહત્‍વપૂર્ણ નિર્ણયો અંગે પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડીએ જણાવેલ કે, જોડીયા શહેરના અમુક વિસ્‍તારોમાં અશુઘ્‍ઘ પાણી વિતરણની ફરીયાદો મળી છે. જે સંબં‍ઘે તે વિસ્‍તારોના પાણીના સેમ્‍પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવા સૂચના અપાઇ છે. જોડીયા શહેરમાં વિતરણ થતું પીવાના પાણીનું દર ત્રણ મહિને પરીક્ષણ કરવાની પ્રણાલી બદલી હવેથી દર મહિને કરાવવાનો નોંઘનીય નિર્ણય કરેલ છે. સોમનાથ ટ્રસ્‍ટએ નવું સ્‍મશાન બનાવવા માટે જગ્‍યા ફાળવી છે. જયાં ટ્રસ્‍ટ સાથે મળીને પાલીકા આઘુનિક સ્‍મશાન બનાવવા જઇ રહી છે. જોડીયા શહેરના જે વિસ્‍તારોમાં ભુર્ગભ ગટર બનાવવી શકય નથી. તેવા વિસ્‍તારોના ગટરના ગંદા પાણીના નિકાલ માટે સોમનાથ ટ્રસ્‍ટ સાથે મળી પાલીકા એસટીપી પ્‍લાન્‍ટ નાંખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...