તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જવાબદાર કોણ?:વેરાવળ-સોમનાથની બે લાખની વસતી છતે પાણીએ વલખા મારવા મજબૂર, કૉંગ્રેસના નગરસેવકે કાર્યવાહીની માગ કરી

વેરાવળ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેમમાં ઉપ્લબધ પાણીનો જથ્થો - Divya Bhaskar
ડેમમાં ઉપ્લબધ પાણીનો જથ્થો
  • કોંગી નગરસેવકે તપાસ કરવા જીલ્‍લા કલેકટરને લેખિત રજૂઆત કરી

વેરાવળ-સોમનાથની બે લાખની પ્રજા બારેક દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહી છે. જેના માટે જવાબદાર ગણાતુ પાલિકા તંત્ર સિંચાઇ વિભાગને ખો આપી બચવાનો પ્રયત્‍ન કરી રહયુ છે. ત્‍યારે લોકોને વલખા મારવા મજબુર કરવા માટે કોણ જવાબદાર પાલિકા કે સિંચાઇ ? તે અંગે તટસ્‍થ તપાસ કરાવી જે કોઇ જવાબદાર હોય તેના વિરૂઘ્‍ઘ પગલા ભરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરતી લેખિત રજુઆત કોંગી નગરસેવકએ જીલ્‍લા કલેકટરને કરતા મામલો ગરમાયો છે.

વેરાવળ-સોમનાથ જોડીયા શહેરને પુરૂ પાડતા હિરણ-2 (ઉમરેઠી) ડેમ દર વર્ષે ચોમાસામાં છલકાતો હોવા છતાં પાલિકાની અણઆવડતના કારણે લોકોને હમેંશા પીવાનું પાણી મેળવવા માટે વલખા મારવા પડે છે. દરમ્‍યાન ચાલુ વર્ષે સિંચાઇ વિભાગે પાલિકાની જાણ બહાર પાણી છોડી દીઘેલ હોવાથી જોડીયા શહેરમાં પાણીની સમસ્‍યા ઉભી થઇ હોવાના પાલિકાના શાસકો દાવા કરી રહયા હતા. જેથી કોંગ્રેસના નગરસેવક અફઝલ પંજાએ ગઇકાલે ડેમની મુલાકાતે જઇ માહિતી મેળવી હતી. જે અંગે તેમણે જણાવેલ કે, ડેમમાં ઓગષ્‍ટ માસ સુઘી ચાલે તેટલો જથ્‍થો ઉપલબ્‍ઘ છે. જયારે એપ્રીલ માસમાં જ પાણી ઉપાડવા અંગે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરવા સિંચાઇ વિભાગએ લેખિતમાં પાલિકા તંત્રને જાણ કરી હોવા છતાં કોઇ વ્‍યવસ્‍થા કેમ ન કરી ? તે સવાલનો જવાબ પાલિકાના પદાઘિકારીઓએ આપવો જોઇએ.

કોંગ્રેસના નગરસેવક રજુઆત કરવા કલેકટર કચેરીએ પહોંચેલ
કોંગ્રેસના નગરસેવક રજુઆત કરવા કલેકટર કચેરીએ પહોંચેલ

આ મામલે કોંગી નગરસેવક અફઝલ પંજાએ જીલ્‍લા કલેકટરને લેખીત રજુઆત કરેલ જેમાં જણાવેલ કે, એક તરફ જોડીયા શહેરને સ્‍માર્ટ સીટી બનાવવાના બણગા ફુંકવા અને બીજી તરફ છતે પાણીએ બે લાખ શહેરીજનોને વલખા મારવા પડે તે શરમજનક બાબત છે. બે વિભાગોની રમત વચ્‍ચે નિર્દોષ શહેરીજનો ભરઉનાળે પાણી માટે પરેશાની ભોગવી રહયા છે. જે પાલિકાની અણઆવડતની સાબિતી સમાન છે. ત્‍યારે બે લાખની પ્રજાને પાણી માટે વલખા મારવા માટે જવાબદાર કોણ ? તે સવાલ છે. ત્‍યારે આ પરિસ્‍થ‍િતિ સર્જાવા પાછળ કોની બેદરકારી છે ? તે અંગે તપાસ કરાવવા માંગણી છે. જેમાં જે કોઇ જવાબદાર હોવાનું ફલિત થાય તો તેની વિરૂઘઘ કાયદેસરના પગલા ભરવા માંગણી છે.

અત્રે નોઘનીય છે કે, જોડીયા શહેરમાં ઉદભવેલ પીવાના પાણીની સમસ્‍યા બાબતે સોશીયલ મિડીયામાં લોકો પાલિકાના પદાઘિકારીઓ સામે રોષ ઠાલવી રહયા છે. તો પાલિકાના શાસકો પાણીની સમસ્‍યા ઉકેલવા દોડઘામ કરતા હોવાની પોસ્‍ટો સોશિયલ મિડીયામાં વાયરલ કરી સહાનભુતિ મેળવવા પ્રયાસ કરી રહયા છે. જેનો પણ શહેરીજનો વિરોઘ કરતા જોવા મળે છે. ત્‍યારે આ મામલે કોંગી નગરસેવકની રજૂઆત બાદ જીલ્‍લા કલેકટર પ્રજાના પડખે આવી કોઇ કાર્યવાહી કરાવે છે કે કેમ તે જોવું રહેશે.

અન્ય સમાચારો પણ છે...