તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસ્તરણ:વેરાવળ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક આગામી દિવસોમાં ત્રણ નવી બ્રાંચ શરૂ કરશે, બિઝનેસમાં 10 ટકાનો ગ્રોથ કરવાનો લક્ષ્યાંક

વેરાવળ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
બેંકની વર્ચ્‍યુઅલ માઘ્‍યમથી મળેલ સભા - Divya Bhaskar
બેંકની વર્ચ્‍યુઅલ માઘ્‍યમથી મળેલ સભા
  • વેરાવળ પીપલ્સ બેંક દ્વારા રૂ. 3.01 કરોડનો નફો કરતા સભાસદોને 13 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરાઇ
  • પીપલ્સ બેંકની 62મી વાર્ષીક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી મળી હતી
  • પીપલ્સ બેંકને સારી કામગીરી અને ગ્રાહક સેવા બદલ બ્લુ રિબન એવોર્ડ મળ્યો

વેરાવળમાં આવેલી વેરાવળ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક આગામી દિવસોમાં ત્રણ નવી બ્રાંચ શરૂ કરશે. વેરાવળ પીપલ્સ બેંક દ્વારા રાજકોટ અને ઉના ખાતે નવી બ્રાન્ચ તથા જૂનાગઢમાં વધુ એક બ્રાન્ચ ખોલશે, બેંકના બિઝનેસમાં 10 ટકાનો ગ્રોથ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રની અગ્રણી વેરાવળ પીપલ્સ બેંક બેંકની 62મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુલ માધ્યમથી ઓનલાઈન મળી હતી. વર્ષાના અંતે બેંકને રૂ. 301 લાખનો ચોખ્ખો નફો થયેલ જેની ફાળવણી કરતા સભાસદોને 13 ટકા ડીવિડન્ડની જાહેરાત કરવામાં આવેલી છે. સારી ગ્રાહક સેવા બદલ પીપલ્સ બેંકને વધુ એક વખત બેંકો બ્લુ રિબન એવોર્ડથી સન્માનિત કરાઇ છે.

પ્રવર્તમાન મહામારીમાં સરકારના જાહેરનામાનાં અનુપાલનનાં ભાગરૂપે પીપલ્સ બેંકની 62મી વાર્ષીક સાધારણ સભા એન.એસ.ડી.એલ.નાં પ્લેટફોર્મ પર ઓનલાઇન યોજાયેલ હતી. આ સભા ચેરમેન અશોકભાઈ ગદા, એમડી વિક્રમભાઇ તન્ના, જો.એમડી. સુનીલભાઇ સુબા, બોર્ડ ઓફ ડીરેકટર્સ શાખા સલાહકાર સમિતિના સભ્યો, જીએમ રજનીકાંત ચંદારાણાની હાજરીમાં વર્ચ્યુલ મળી હતી. જેમા બ્હોળી સંખ્યામાં સભાસદો જોડાયા હતા. વર્ષાના અંતે બેંકની થાપણો રૂ. 343 કરોડ, ધીરાણ, રૂ. 180 કરોડ તથા ચોખ્ખો નફો 301 લાખનો થયેલો છે. ચોખ્ખા નફાની ફાળવણી કરતા સભાસદોને તેઓના શેરની રકમો પર 13 ટકા ડીવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે.

ગત વર્ષ દરમ્યાન કોરોના મહામારીની બીજી લ્હેરમાં પીપલ્સ બેંક પરીવારના ઘણા સભ્યો સંક્રમિત થયેલા જેઓ પૈકી બેંકનાં ભૂતપૂર્વ ચેરમેન વેપારી અગ્રણી ચીમનભાઇ અઢિયાનું અચાનક તથા બેંક કર્મીનું થયેલ અવસાન શ્રધ્ધાંજલી પાઠવેલી હતી. આ સભાનું સંચાલન બેંકનાં ડિરેક્ટર ગીરીશભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવેલી અને વર્ષાન્તે બેંકની સ્થિતિએ એવિસ પબ્લિકેશન અને ગેલેક્ષી ઇન્મા દ્વારા આયોજિત બેન્કિંગ ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત એવા બેંકો બ્લુ રિબન એવોર્ડથી વધુ એક વખત સન્માનિત કરવામાં આવેલી છે.

તા.30-08-2021નાં રોજ મૈસુર ખાતે આ એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયેલો જેમાં પ્રવર્તમાન સંક્રમણની સ્થિતિ તેમજ સલામતી અને સાવચેતીને ધ્યાને લઇ બેંક વતી રૂબરૂ હાજરી આપવામાં આવેલી ન હતી અને આયોજકો દ્વારા બેંકને એનાયત ટ્રોફી મોકલી આપવામાં આવેલી હોવાનું જણાવ્યું છે. પીપલ્સ બેંકને પ્રાપ્ત થયેલી આ સિદ્ધી અને પ્રગતિનો સંપૂર્ણ શ્રેય બેંકનાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની નિસ્વાર્થ સેવાઓ, માર્ગદર્શન, કર્માંચારીઓનાં અથાગ પરીશ્રમ અને સરળ અને ઝડપી ગ્રાહક સેવા તેમજ સભાસદો અને ગ્રાહકોનાં બેંક પ્રત્યે અતુટ લાગણી તેમજ વિશ્વાસને મળે હોવાનું બેંકના જીએમ રજનીકાંત ચંદારાણાએ એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...