તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:વેરાવળ પાટણ પાલિકાનું 83 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર, વેરાવળ-પાટણ શહેર અને સંયુક્ત ન.પા.ના બદલે સોમનાથ શહેર અને ન.પા. નામકરણ કરવા ઠરાવ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવા વિકાસ કામો માટે 56 કરોડના કામોનું આયોજન

ભાજપે વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાનું સતાનું સુકાન સંભાળ્યા બાદ પ્રથમ બજેટ બેઠક યુવા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીની અઘ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કુલ 44 પૈકી સતાપક્ષ અને વિપક્ષના 40 નગરસેવકો હાજર રહેલ હતા. સતાઘીશોએ કોઇ પણ જાતના નવા કરવેરા વિનાનું તથા અનેક વિકાસ કામો સાથે પ્રજાહિતના કાર્યો કરવાની જોગવાઇ કરેલા આગામી વર્ષ 2021-2022 નું 83.67 કરોડનું 1.49 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરેલ હતુ. બજેટનો કોંગ્રેસના એક માત્ર નગરસેવક અફઝલ પંજાએ વિરોઘ કરેલ જયારે બાકીના તમામ નગરસેવકોએ મંજૂરી આપતા બજેટ બહુમતિથી મંજુર કરાયુ હતું.

બેઠકના પ્રારંભે જ પ્રમુખ પીયુષભાઇ ફોફંડીએ શહેર પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર સાથે જોડાયેલ છે ત્યારે બેઠકના પ્રથમ એજન્ડામાં વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાનું સોમનાથ નગરપાલીકા નામકરણ માટે યોગ્ય કાર્યવાહી અર્થે ઠરાવ રજૂ કરેલ જેને સર્વે નગરસેવકોએ ઉત્સાહભેર સર્વાનુમતે મંજુર કરેલ હતો.

આજે વર્ષ 2021-22 બજેટમાં કરેલ જોગવાઇઓ અંગે પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, કારોબારી ચેરમેન નિલેશ વિઠલાણીએ જણાવેલ કે, બજેટમાં 29.10 કરોડ વિકાસ યોજના માટે, 6.32 કરોડના જુના દેણાં ચુકવવા તથા 26.39 કરોડ અગ્રીમ આવશ્યક સેવાઓ માટે જોગવાઇ કરાઇ છે. હયાત કૈલાશધામ (સ્મશાન)ને 65 લાખના ખર્ચે અપગ્રેડેશન કરી ઇલેકટ્રીક સ્મશાન ભઠઠી બનાવવાનું, અમૃત યોજના અંર્તગત 10 કરોડના ખર્ચે શહેરના મુખ્ય માર્ગો સહીતના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા ફુટ પાથ બનાવાશે. હયાત ઝવેરચંદ મેધાણી લાયબ્રેરીને 50 લાખના ખર્ચે અપગ્રેડ કરી વાતાનુકુલીત નવો વાંચનાલય ખંડ બનાવવાની જોગવાઇ, શહેરમાં સ્ટ્રીટ લાઇટોનું નવીનીકરણ સાથે નવા ઉમેરાયેલ, ઓ.જી.વિસ્તારમાં નવી 750 સ્ટ્રીટ લાઇટો ફીટ કરવા તથા સર્કલો અને ગાર્ડન પર હાઇ માસ્ટ ટાવર ઉભા કરવામાં આવશે.

બે પૂર્વ નગરસેવકોનું અવસાન થયેલ હોવાથી બે મિનિટનું મૌન પડાયેલ
બે પૂર્વ નગરસેવકોનું અવસાન થયેલ હોવાથી બે મિનિટનું મૌન પડાયેલ

શહેરના મુખ્ય સર્કલોને ફુવારાઓથી શુશોભીત કરાશે. શહેરમાં સ્વચ્છતાને અગ્રીમતા સાથે ડોર ટુ ડોર કલેકશન યોજનાને વઘુ અસરકારક બનાવવા અલાયદુ આયોજન હાથ ઘરાયેલ છે. પાણીની લાઇનમાંથી લીકેજ સહિતના કારણે પીવાના પાણીના થતાં બગાડને અટકાવવા નવીનીકરણ અને મરામત માટેનું વિશેષ અયોજન કરેલ છે. શહેરના હયાત સાત પબ્લીક ગાર્ડનનું રૂ.1.20 કરોડના ખર્ચે આઘુનીકરણ કરાશે. શહેરના રોડ રસ્તા માટે 15 કરોડના ખર્ચે ડામર, સી.સી તથા પેવરબ્લોકથી મઢવામાં આવશે. હયાત કોમ્યુનીટી હોલને અપગ્રેડ કરી વઘુ એક નવો એસી હોલ તેમજ ખડખડ વિસ્તાર માં નવા કોમ્યુનીટીહોલનું નિર્માણ કાર્ય પુરુ કરવાનું લક્ષ્‍ય નકકી કરાયેલ છે.

વેરાવળ સોમનાથ નગર ને હરીયાળું અને રળીયામણું બનાવવા માટે વૃક્ષારોપણના મહાઅભિયાન હેઠળ શહેરી વિસ્તારમાં 1 લાખ 8 હાજર વૃક્ષોના વાવેતરનો સંકલ્પ રજુ કરાયેલ છે. આ અભિયાન અંતર્ગત શહેર ની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ, સોમનાથ ટ્રસ્ટ, સરકારી સંસ્થા ઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે સંકલન કરી મહા અભિયાન ને મૂર્તિમંત કરવા માં આવશે. બેઠકમાં પાલીકાના દિવંગત બે પૂર્વ નગરસેવકોને બે મિનીટ નું મૌન પાળી શ્રદ્ધાજલી આપવામાં આવેલ તેમજ બેઠક ના અંતે સર્વે નગરસેવકોએ રાષ્ટ્રગીતનું ગાન કરેલ હતું.

વઘુમાં રાજયનો આર્થિક વિકાસની સાથે નાગરિકોનાં જીવન ધોરણનું સ્તર પણ બદલાય રહયું છે. શહેરના વિસ્તાર અને વસ્તીમાં વધારા સાથે વિકસતા શહેરના નાગરિકોને પાયાની જરૂરીયાત જેમકે પાણી, સફાઇ, ડ્રેનેજ, રોડ, લાઇટ તથા આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા સતત પ્રયાસો અને આગવુ આયોજન કરવું એ પાલીકાનું લક્ષ્ય અને પ્રયાસ રહેશે. સ્વચ્છ ભારત મિશન અંર્તગત આપણું શહેર 100 ટકા ખુલ્લામાં શૌચક્રિયા મુકત બને તથા સ્વચ્છતા સર્વેક્ષણમાં સોમનાથ દાદાના પ્રથમ જયોતિલીંગ ધરાવનારૂ આપણું શહેર સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટે સતત પ્રયત્નશીલ રહી વર્ષ 2021-22 ના અંદાજપત્રમાં પણ આ બાબતે ખાસ જોગવાઇ કરાયેલ છે. અંદાજપત્ર સાથે શહેરીજનો સંકલ્પ લઇને આપણે આપણા શહેરને સુવિધ્ધા પૂર્ણ સ્વચ્છ શહેર બનાવવા સહભાગી બનાવવા પાલીકાના અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.

7 ગાર્ડનોને સુવિઘાયુકત બનાવવા ખાસ આયોજન

શહેરમાં નાના મોટા કુલ 7 ગાર્ડનો આવેલા છે. જે પૈકી ટાવર ચોકના આંબેડ઼કર ગાર્ડનમાં સી.સી.પાથવે રૂ.6 લાખની, સોમનાથ સોસાયટી, જીવનજયોત સોસાયટી, ભાલકા ફિલ્ટર પ્લાન પાસેના, આવાસ યોજના પાસેના ગાર્ડનમાં અમૃત યોજના હેઠળ રૂ.109 લાખના ખર્ચે વિકસાવવાનું કામ હાથ ઘરાશે. ડાભોર ચોકડી પાસેના ગાર્ડનમાં પાથવે તથા ઓફીસઅ સ્ટોર રૂમ બનાવવા 10 લાખના ખર્ચે ચાલી રહેલ કામ વ્‍હેલીતકે પુર્ણ કરાશે. ભાલકાના ફિલ્ટર પ્લાનના ગાર્ડનમાં મોર્નીગ વોક વે, બાળકોના રમત-ગમતના સાધનો, વોટર ફાઉન્‍ટેન, ફુલ-ઝાડ વગેરેથી શુશોભીત કરવામાં આવશે.

બેઠકમાં કોંગ્રેસ નેતા વિહોણી હોવાનું સામે આવ્‍યુ

પાલીકાની નવી બોડીની પ્રથમ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસ સેનાપતિ વગરની જોવા મળી હતી. ચુંટણીના પરીણામોથી આજદીન સુઘીમાં કોંગ્રેસમાંથી ચુંટાયેલા 13 નગરસેવકોમાંથી કોંગ્રેસનું સંગઠન પાલીકામાં પક્ષ (વિપક્ષ)ના નેતા તરીકે કોઇની પસંદગી કરી ન હતી. જેના કારણે બજેટ બેઠકમાં શાસકપક્ષની ભુલો કાઢવાની સાથે પ્રજાહિત માટેના અમુક જરૂરી કામો બાબતે વિરોઘ કે સુઘારો કરાવી શકી ન હોવાનું જોવા મળતુ હતુ. જેથી બજેટ સામે કોંગ્રેસના 13 પૈકી 1 જ નગરસેવક ખુલ્‍લીને વિરોઘ કરતા જોવા મળયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો