સિદ્ધિ:વેરાવળ મર્કેન્ટાઈલ કો. ઓપરેટિવ બેંકને રાષ્ટ્રીય કક્ષાને 'બેન્કો બ્લુ રીબન' એવોર્ડ એનાયત

ગીર સોમનાથ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંક મેગેઝીન દ્વારા ભારતભરની નાગરિક સહકારી બેંકો માટેની સ્પર્ધામાં વેરાવળની મર્કન્ટાઇલ બેંક પ્રથમ પ્રાઈઝ હાંસલ કર્યુ

વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંક લી.ને રાષ્ટ્રીય કક્ષાનો 'બેન્કો બ્લુ રીબન' એવોર્ડ સેરેમનીમાં ફર્સ્ટ પ્રાઇઝ હાંસલ થતા સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ગૌરવ વધારેલ છે. આ તકે યોજાયેલ સમારોહમાં બેંકના ડીરેક્ટરોને સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત કરાયો હતો.

સૌરાષ્ટ્રની અગ્રણી એવી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક લી. ને મહારાષ્ટ્રના લોનાવાલા મુકામે તાજેતરમાં યોજાયેલા એક સમારોહમાં બેસ્ટ બેન્ક તરીકે ’બેન્કો બ્લુ રીબન’ એવોર્ડ ફસ્ટ પ્રાઇઝ એનાયત કરવામાં આવેલ હતો. સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા અને પ્રતિષ્ઠીત બેંક મેગેઝીન દ્વારા ભારતભરની 1531 નાગરિક સહકારી બેન્કો માટે યોજવામાં આવેલ ’બેન્કો બ્લુ રીબન’ કોમ્પીટીશનમાં વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપ. બેન્ક લી.ને વર્ષ 2020-21 દરમ્યાન કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રથમ પ્રાઈઝ મળેલ હતુ.

જેમાં રૂ.600 થી રૂ.700 કરોડ ડીપોઝીટ કેટેગરીમાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના એકસ. ચીફ જનરલ મેનેજર ડી.સી.કાલેના હસ્તે ’બેન્કો બ્લુ રીબન’ એવોર્ડ ફર્સ્ટ પ્રાઇઝ એનાયત કરાયેલ જેને બેંકના પ્રતિનિધિઓએ સ્વીકારેલ હતો. આ સન્માન સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્ર માટે ગૌરવની બાબત હોવાથી બેંકના ચેરમેન નવીનભાઇ શાહ, મેનેજિંગ ડીરેકટર ડો.કુમુદચંદ્ર ફીચડીયા, જોઇન્ટ મેનેજિંગ ડીરેકટર ભાવનાબેન શાહ તથા સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સ અને બોડ ઓફ મેનેજમેન્ટ દ્વારા બેંકની આ સિધ્ધીને સર્વે સભાસદો, થાપણદારો અને ગ્રાહકોના બેન્ક ઉપરના અતુટ વિશ્વાસ અને સહકારને સમર્પિત કરેલ હતી. બેંકના કર્મયોગી કર્મચારીઓએ કરેલ પ્રયાસોનું ફળ ગણાવેલ હોવાનું બેંકના જીએમ અતુલભાઇ શાહે એક યાદીમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...