સિદ્ધિ:વેરાવળ મર્કન્‍ટાઇ બેંકએ 1 હજાર કરોડના બિઝનેસનો લંક્ષ્‍યાક હાંસલ કર્યો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેંકની વર્ચ્‍યુઅલ સાઘારણ સભાને સંબોઘી રહેલ હોદેદારો - Divya Bhaskar
બેંકની વર્ચ્‍યુઅલ સાઘારણ સભાને સંબોઘી રહેલ હોદેદારો
  • બેંકએ પાંચ દાયકામાં સહુના સહીયારા પ્રયાસ થકી તમામ ક્ષેત્રે સર્વાગી વિકાસ સાધ્યો

સૌરાષ્‍ટ્રની પ્રથમ હરોળની વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી.ની 50મી વર્ચ્યુઅલ વાર્ષીક સાધારણ સભા મળી હતી. જેમાં બેંકએ રૂ.650 કરોડની ડીપોઝીટ, રૂ.350 કરોડના ધિરાણ થકી રૂ.1 હજાર કરોડના કુલ બિઝનેસનો લક્ષ્યાંક હાંસલ કર્યો હોવાનું હોદેદારોએ જણાવ્યું હતુ. બેંકએ પાંચ દાયકા દરમિયાન સહુના સહીયારા પ્રયાસ થકી તમામ ક્ષેત્રે સર્વાગી વિકાસ સાધ્યો છે.

સૌરાષ્ટ્રની નાગરીક સહકારી બેંકોમાં અગ્રસ્થાને રહેલી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લી.ની 50મી વર્ચ્યુઅલ વાર્ષીક સાધારણ સભા (ઇ-એજીએમ) રવિવારના રોજ બેંકના ચેરમેન નવીનભાઇ શાહના પ્રમુખ સ્થાને એન.એસ.ડી.એલ.ના પ્લેટફોર્મ ઉપર યોજાઇ હતી. જેમાં એમડી ડો.કુમુદચંદ્ર એ. ફીચડીયા, જો.એમડી ભાવનાબેન એ. શાહ તથા બેંકના ડીરેકટરો હાજર રહ્યા હતા. જ્યારે મોટીસંખ્‍યામાં સભાસદો વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ઓનલાઇન હાજર રહ્યા હતા.

વર્ચ્‍યુઅલ સાધારણ સભામાં બેંકના જો.એમડી ભાવનાબેન શાહ અને મેનેજીંગ ડીરેકટર ડો.કુમુદચંદ્ર ફીચડીયાએ જણાવ્યું હતું કે, બેંકએ સતત બદલાતા આર્થીક પ્રવાહો અને બેન્કીંગ ક્ષેત્રના સુધારાઓ વચ્ચે સંતુલન જાળવીને અવિરત પ્રગતિ, સ્થિરતા અને સલામતીની પરંપરા નિભાવી, યશસ્વી કામગીરીના 50 વર્ષ પૂર્ણ કર્યા છે.

મર્કન્ટાઇલ બેંક આજે 11 શાખાઓ, 26 હજાર સભાસદો, 1 લાખથી વધુ ગ્રાહકોનો વિશાળ પરીવાર ધરાવે છે. બેંકએ રૂ.650 કરોડની ડીપોઝીટ, રૂ.350 કરોડના ઘિરાણ થકી રૂ.1,000 કરોડના કુલ બિઝનેસનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. બેંકના રીઝર્વ રૂ.65 કરોડને આંબ્યા છે. બેંકએ પાંચ દાયકા દરમ્યાન સહુના સહીયારા પ્રયાસથી તમામ ક્ષેત્રે સર્વાગી વિકાસ સાધ્યો છે. તેનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેન્કના કર્મચારી ગણ, પૂર્વ ડીરેકટરો, સર્વે શાખા સલાહકાર કમીટી તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સને આપ્યો હતો.

ઓનલાઇન મળેલી સાધારણ સભાના અંતમાં, ડીરેકટર જીતેન્દ્રકુમાર એ. હેમાણીએ વીડિયો કોન્ફરન્સથી ઓનલાઇન જોડાયેલા સર્વે સભાસદોનો તેમજ વર્ચ્યુઅલ સભાના આયોજનમાં સહયોગ આપનાર એન.એસ.ડી.એલ.ની ટેકનીકલ ટીમનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર સભાનું સંચાલન જીતેન્દ્રભાઇ મહેતા તથા જનરલ મેનેજર અતુલભાઇ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...