તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલ ફૂલ:સાસણ હાઇવે ઉપર 500 રૂપિયાની વેરાયેલી નોટો લેવા વાહનો રોકાયા

જૂનાગઢ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટીખળીએ પ્રવાસીઓને છેક ચોથા દિવસે એપ્રિલ ફૂલ બનાવ્યા

સાસણ જતાં વાણિયાવાવ ચેક પોસ્ટથી લઇને ભોજદે સુધી હાઇવે પર થોડા થોડા અંતરે એક-બે કે તેથી વધુ 500 ના દરની ચલણી નોટ વેરાયેલી દેખાતી હતી. આથી વાહન ચાલકો થોભીને નોટ ઉપાડતા હતા. પણ નોટ હાથમાં લેતાંજ તે રમકડાંની હોવાનું અને પોતે એપ્રિલ ફૂલ બન્યાનો ખ્યાલ આવી જતો હતો. તેમાંય સાસણ પહેલાં ઢાળવાળા વળાંક પર તો અસંખ્ય નોટ વેરાયેલી હતી. બાકી બધે થોડા થોડા અંતરે 1 કે 2 નોટ જોવા મળતી હતી.

આ નોટનો કાગળ, શાહી અસલ જેવા જ હતા. પણ તેના પર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને ભારતિય મનોરંજન બેંક તેમજ પાંચસો રૂપિયાને બદલે પાંચસો કૂપન લખ્યું હતું. ઘણા વાહન ચાલકોએ ઉભા રહીને આ નોટો ઉપાડી પાછી ત્યાંજ પડી રહેવા દીધી હતી. તો કેટલાકે લઇને સાચવી પણ રાખી. એકંદરે સાસણના પ્રવાસીઓને કોઇએ 4 દિવસે એપ્રિલ ફૂલ બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો