અકસ્માતનો ભય:જૂનાગઢ શહેરમાં ખાનગી કંપનીએ ખોદેલા રસ્તામાં ફસાતા વાહનો, ખોદકામના 20 દિવસ પછી પણ રોડ રિપેર નથી થયો

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ ખોદ્યા બાદ 20 દિવસથી રિપેર ન કરતા વાહન ચાલકોને અકસ્માતનો ભય

શહેરમાં ખાનગી કંપનીએ કેબલ નાંખવા માટે ખોદેલા રસ્તો રિપેર ન કરતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે,જોષીપરા કન્યા છાત્રાલયથી લઇને શાક માર્કેટ પાદર ચોક સુધીના રસ્તામાં કેબલ નાંખવા માટે ખાનગીકંપનીએ ખોદકામ કર્યું છે.

જોકે, ખોદકામ થયાના 20 દિવસ પછી પણ રોડ રિપેર ન થતા આ ખાડામાં ખાસ કરીને ટુવ્હિલ ચાલકનું વ્હિલ ફસાઇ જાય છે. આવા તો અનેક વાહન ચાલકોના વ્હિલ ફસાતા અકસ્માતો થયા છે. ત્યારે કોઇ ગંભીર અકસ્માત થાય તે પહેલા રસ્તામાં થયેલ આડેધડ ખોદકામને બુરી દેવામાં આવે તેવી સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.

રસ્તામાં કેબલ નાંખવા માટે કરાયેલ તિરાડમાં વાહન ચાલકોનાં વ્હીલ ફસાઇ જવાથી અકસ્માતનાં બનાવો પણ અનેક બન્યા છે. ત્યારે યોગ્ય કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...