ફરિયાદ:જૂનાગઢમાં વાહન ભાડાના રૂ. 400 માંગતા પાઈપથી હૂમલો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઢીકાપાટુનો માર પણ માર્યો, તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

જૂનાગઢમાં વાહન ભાડાના પૈસા માંગતા આઘેડને માર માર્યો હતો. તેમજ પાઈપ વડે હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતા મહેન્દ્રભાઈ હરસુખભાઈ રૂપારેલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મહેન્દ્રભાઈ પોતાના શેઠનું વાહન લઈ નરેશભાઈ મહાકાલી ભંગારવાળાના ડેલામાં ભંગાર ભરી ત્યાંથી જીઆઈડીસી-2મા સતારભાઈને ત્યા ખાલી કરવા માટે ગયા હતા.

એ સમયે ત્યાં નરેશભાઈ ઉર્ફે નારુભાઈ આવતા મહેન્દ્રભાઈએ તેમની પાસે ફેરાના 400 રૂપિયા માગ્યા હતા. જેથી નરેશભાઈએ કહ્યુ હતું કે, તું બીજો ફેરો કરીશ તો જ પૈસા મળશે. નહીંતર પૈસા આપવા નથી. જેથી મહેન્દ્રભાઈએ તેમના શેઠને ફોન કરતા નરેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને ઝાપટ તેમજ મુંઢ માર માર્યો હતો. આ ઉપરાંત મહેન્દ્રભાઈએ ફરી પૈસા માંગતા લોખંડના પાઈપ વડે હુમલો કરાયો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...