તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લુખ્ખાગીરી:જૂનાગઢમાં શાકભાજીના ધંધાર્થીએ દારૂ પીવાના પૈસા આપવાનો ઈન્કાર કર્યો હતો ચાર લુખ્ખાઓએ છરીથી હુમલો કર્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે લુખ્ખાઓની શોધખોળ હાથ ધરી

જૂનાગઢના કાળવા ચોકમાં યુવાને ચાર શખ્સોને રસ પીવડાવ્યો હતો. ત્‍યારબાદ આ ચારેય શખ્‍સોએ દારૂની બોટલના પૈસા માંગેલ જે આપવાની ના પાડતા યુવાનને ઢીકાપાટુથી મારમારી છરી ઝીંકી દીધી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના કામદાર સોસાયટી વિસ્તારમાં રહેતો અને શાકભાજી વેંચી ગુજરાન ચલાવતો ચાહત બકુલભાઈ ઝાલા ગતરાત્રીના કાળવા ચોકમાં એક રસના ચીચોડે શેરડીનો રસ પીવા ગયો ત્યારે વિજય ઉર્ફે લંગડો સોલંકી, સાગર મનુ ચૌહાણ, સાગરના પિતા મનુભાઈ ચૌહાણ, પ્રદીપ ધનજી સોલંકી ત્યાં આવ્યા હતાં. અને ચાહતને રસ પીવડાવવા કહેતા ડરી ગયેલા ચાહતે ચારેયને રસ પીવડાવ્યો હતો.

બાદમાં વિજય ઉર્ફે લંગડાએ હવે તારે દારૂની બોટલના પૈસા પણ આપવા પડશે. તેમ કહેતા ચાહતે પૈસા આપવાની ના પાડી હતી. આથી ઉશ્‍કેરાયેલા વિજયે છરી કાઢી આડેધડ ઘા ઝીંકવા લાગ્યો હતો. જયારે પ્રદીપ ધનજીએ પ્લાસ્ટીકના પાઈપથી તથા સાગર અને તેના પિતાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ચાહત ત્યાંથી ભાગીને ઘરે જતો રહેલ અને ત્યાંથી તેને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે ફરીયાદ નોંઘાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દારૂના પૈસા માટે યુવાનને મારમાર્યાની ઘટના બનતા લોકોમાં રોષની લાગણી જોવા મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...