ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા 95 વર્ષીય વાસુબા કરશનભાઈ ઝાલા આ ઉમરે પણ ગજબનો વાંચન અને લેખનનો શોખ ધરાવે છે. તેઓ છેલ્લા 50 વર્ષથી ધાર્મિક પુસ્તકો વાંચી રહ્યા છે અને છેલ્લા અગિયાર વર્ષથી સ્વહસ્તે ધાર્મીક પુસ્તકો લખી રહ્યા છે. વૃદ્ધાએ અત્યાર સુધીમાં શિવપૂરાણ, મહાભારત, રામાયણ, ભાગવત ગીતા જેવા અનેક ધાર્મીક પુસ્તકોનું વાચન કરી અને તેનો સાર કાઢીને ફરીથી પોતાની રીતે સ્વહસ્તે પુસ્તકો લખી રહ્યા છે.
ભગવાન શિવ, રામ, કૃષ્ણ અને દેવી દેવતાઓ ઉપર ઘણા બધા ગીતો પણ લખ્યા છે અને તેઓની લખવાની પ્રવૃત્તિ સતત ચાલુ જ છે. જેથી છેલ્લા 11 વર્ષમાં 50થી 60 જેટલા મોટા પુસ્તકો લખેલા છે અને હજું પણ તેવો જીવન પર્યંત આ ધાર્મિક પુસ્તકો લખવાનુ કાર્ય ચાલુ રાખવાનો નીર્ધાર વ્યકત કરી રહ્યા છે.
આ બાબતે વાસુબાના નાના પુત્ર એડવોકેટ સુરપાલસિહ ઝાલાએ જણાવ્યું કે, વાસુબા વહેલી સવારે ચાર વાગ્યે ઉઠી જાય છે અને ભગવાનના પૂજા પાઠ અને આરતી કર્યા બાદ તેવો સાત વાગ્યાથી લખવાનું શરૂ કર્યા બાદ દિવસભર ધાર્મિક લેખન કાર્ય કરે છે. સાંજના ધાર્મિક સિરયલો જુવે છે. તોઓ 95 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સારી રીતે વાંચી અને લખી શકે છે. તેઓની ઘરે આવતા પરિચિતો અને સંબંધીઓ સાથે માતુશ્રી ધાર્મિક વાતો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.