ટ્રાફિક સપ્તાહની ઉજવણી:જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ કાર્યક્રમ યોજાયા, લોકોને ટ્રાફિક નિયમો બાબતે જાગૃત કરાશે

જુનાગઢ18 દિવસ પહેલા

જુનાગઢ જિલ્લા એસપી રવિ તેજા વાસણમાં શેટ્ટીની અધ્યક્ષતામાં ટ્રાફિક જાગૃતિ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઝાંઝરડા રોડથી ઝાંસીના સર્કલ સુધી સલામતી અંગે રેલી યોજાઇ હતી. જેમાં શહેરની જુદી જુદી સંસ્થાઓ ,બાળકો પણ ટ્રાફિક ઝુંબેશમાં જોડાયા હતા. લોકોને ટ્રાફિક અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ પોલીસ દ્વારા આ સપ્તાહ ટ્રાફિક જાગૃતિ તરીકે મનાવવામાં આવશે. ત્યારે શહેરમાં અલગ અલગ કાર્યક્રમો કરી લોકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવામાં આવશે. કિશોર વયના વાહનચાલકોનું વધતું જતું પ્રમાણ, રોડ સેફ્ટી ,રોંગ સાઈડ,ટ્રાફિકના નિયમો વાહન ચાલકોની સુરક્ષા અને અકસ્માતો અટકાવી શકાય અને ટ્રાફિક ને લઈ લોકોમાં સતત અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે, અકસ્માતોનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુથી ટ્રાફિક સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે.

જુનાગઢ જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં ટ્રાફિક લોક જાગૃતિ માટે ટ્રાફિક સપ્તાહ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ પોલીસ વિભાગ ,જેસીઆઇ સાથે અને જુનાગઢની અલગ અલગ સંસ્થાઓ સાથે મળી લોકોમાં ટ્રાફિક જાગૃતિ આવે તે માટે આ ટ્રાફિક સપ્તાહમાં જોડાયા છે. આ ટ્રાફિક જાગૃતિ સપ્તાહ દરમિયાન લોકોને અગલ અલગ કાર્યક્રમો દ્વારા ટ્રાફિક વિશે માહિતી આપવામાં આવશે .આજના દિવસે લોકોને ઓવર સ્પીડ બાબતે જાગૃત કરવામાં આવશે કારણ કે ભારતમાં વધુ સ્પીડના કારણે ઘણા અકસ્માતો સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...