એજ્યુકેશન:12 જાન્યુ.એ જૂનાગઢ અને આસપાસની શાળાઓમાં એકસાથે વંદેમાતરમ ગવાશે

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉપક્રમે 250 થી વધુ શિક્ષકો વંદેમાતરમ પર ચિંતન કરશે

આગામી 12 જાન્યુઆરી 2022ના રોજ જૂનાગઢ શહેર અને આસપાસની તમામ શાળાઓમાં બધાજ બાળકો એકસાથે વંદેમાતરમ ગાય એ માટેનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા ક્રિડા ભારતીના ઉપક્રમે હાથ ધરાયું છે. આ માટે બેઠક યોજાઇ રહી છે.

આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના ઇતિહાસ વિભાગના વડા ડો. વિશાલ જોષીએ જણાવ્યું હતું કે, આપણા સ્વાતંત્ર સંગ્રામમાં વિવિધ ક્ષેત્રોનાં અનેક લોકોની ભૂમિકા રહી હતી. અને વંદેમાતરમ ગીતે લોકોમાં જોમ-જુસ્સાનો સંચાર કર્યો હતો. આથી તેના પર શાળા અને કોલેજના મળી કુલ 250 થી વધુ શિક્ષકો અને પ્રાધ્યાપકોની એક ચિંતન બેઠક યોજાઇ છે. શિક્ષકો માટેની બેઠક આજે તા. 24 ના રોજ ગીરનાર પબ્લિક સ્કુલ ખાતે અને કોલેજના પ્રાધ્યાપકોની બેઠક તા. 25 ના રોજ ટીંબાવાડી બાયપાસ ખાતે પુષ્ટિ સંસ્કાર ધામમાં યોજાનાર છે.

જેમાં વંદેમાતરમ ગીત પર ચિંતન-મનન કરાશે. દરમ્યાન તા. 12 જાન્યુઆરી 2022 ના રોજ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં શાળા-કોલેજોમાં વંદેમાતરમ ગીત બધા છાત્રો એકસાથે એકજ સમયે ગાય એ માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...