જૂનાગઢમાં શુક્રવારે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની પધરામણી થવાની છે. ત્યારે સમગ્ર વૈષ્ણવોને તેમના વચનામૃત તેમજ બ્રહ્મ સબંધ દિક્ષા માટે ઉપસ્થિત રહેવા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા જણાવાયું છે. આ અંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના જૂનાગઢના પ્રભારી સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગોંડલ પાસેના ચોરડી ગામે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ આકાર લઇ રહ્યું છે.
પુષ્ટિમાર્ગના 500 વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમ વાર સૌરાષ્ટ્રના આંગણે નિર્માણાધિન શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું અને ભવ્ય સંકુલ હશે. અહિં ગુરૂકુલ, શાળા, કોલેજ, વિશાળ અતિથી ભવન, 84 બેઠકો, વૈષ્ણવો માટે સાધના આશ્રમ, બાળકો માટે રમત ગમત પ્રાંગણ વગેરેનું નિર્માણ થશે.
ત્યારે વિવિધ સંકુલોના ખાતમુહૂર્ત અને પ્રરાહ અભિયાન અંતર્ગત જગદગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્યજીની 18મી પેઢીના વંશજ વ્રજરાજકુમારજીએ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાં મિટીંગોનો દોર શરૂ કર્યો છે. ત્યારે તેઓ જૂનાગઢમાં 29 જૂલાઇ, શુક્રવારે સાંજના 8:30 વાગ્યે ઝાંઝરડા રોડ સ્થિત જાગાણી પટેલ સમાજ ખાતે આવી વચનામૃત આપશે.
ત્યારે તમામ વૈષ્ણવોને ઉપસ્થિત રહેવા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશના જૂનાગઢના પ્રભારી સંજયભાઇ કોરડીયા, પ્રમુખ લલીતભાઇ ત્રાંબડીયા, મહિલા વિંગના પ્રમુખ મનિષાબેન ફળદુએ જણાવ્યું છે. દરમિયાન 30 જૂલાઇ, શનિવારે સવારે 10 વાગ્યે બ્રહ્મ સબંધ દિક્ષા લેવા અને ઠાકોરજીને પુષ્ટ કરવા માટે ચુનિભાઇ ઝુલાસનો 9428240661 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.