તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:શહેરમાં જથ્થો ન આવતા બપોર સુધી વેક્સિન કામગીરી ઠપ્પ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારના સમયે સેન્ટરો બંધ રહેતા લોકોને થયા ધક્કા
  • વેક્સિનના સમયની અગાઉથી જાણ કરવા માંગ ઉઠી

જૂનાગઢ શહેરમાં કોરોના વેક્સિનનો જથ્થો ન આવતા બપોર સુધી વેક્સિન કામગીરી ઠપ્પ રહી હતી. પરિણામે રસી લેવા આવનાર અનેક લોકોને ધક્કા ખાવા પડ્યા હતા. ત્યારે રસીકરણના સમયમાં ફેરફાર થાય તો જાણ કરવા માંગ ઉઠી છે. આ અંગે સાગર નિર્મળે મનપાના કમિશ્નરને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણવાયું છે કે, કોરોના વેક્સિન સેન્ટર પર સવારથી જ લોકો રસી મુકાવવા આવતા હતા પરંતુ રસીકરણ સેન્ટરો બંધ હોય લોકોને ધક્કા થતા હતા. મંગળવારે સવારના બદલે બપોરના 3 થી સાંજના 6નો સમય કરી દેવાયો હતો. સમયમાં અચાનક ફેરફાર કરાય છે અને તેની લોકોને જાણ કરાતી નથી. પરિણામે વૃદ્ધો, વેપારીઓ, નોકરિયાતો, મહિલાઓ તેમજ યુવાનોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...