પરિક્રમાની મંજૂરી:ઉતારા મંડળ કરશે ગિરનારની લીલી પરિક્રમાઆપવી જોઇએ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત વર્ષે કોરોનાના કારણે ગિરનારની લીલી પરિક્રમાને મંજૂરી અપાઇ ન હતી : આ વર્ષે કોરોના મહામારીની અસર ઓછી થઇ છે ત્યારે પરિક્રમાની મંજૂરી
  • સાધુ, સંતો,પદાધિકારીઓ, અધિકારીને સાથે રખાશે, પરિક્રમામાં લોકોના પ્રવેશ માટે તંત્રની મંજૂરીની જોવાતી રાહ

કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ગિરનાર પર્વત ફરતેની લીલી પરિક્રમા પ્રતિ વર્ષ યોજાય છે. આ પરિક્રમામાં અંદાજે 10,00,000થી વધુ ભાવિકો સ્વયંભૂ જોડાતા હોય છે. જોકે, ગત વર્ષે કોરોનાના કારણે તંત્રએ લીલી પરિક્રમાને મંજૂરી આપી ન હતી. ત્યારે માત્ર ઉતારા મંડળે વર્ષોની પરંપરા જાળવવા તંત્રની મર્યાદિત સંખ્યાની મંજૂરી સાથે પ્રતિકાત્મક લીલી પરિક્રમા કરી હતી. ત્યારે આ વર્ષે પણ ઉતારા મંડળ દ્વારા લીલી પરિક્રમા કરવાનું આયોજન કરાયું છે.

આ અંગે શ્રી જ્ઞાતિ સમાજો- ટ્રસ્ટોનું ઉતારા મંડળ ભવનાથના ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીની અસર હવે ઓછી થઇ ગઇ છે. ત્યારે જૂનાગઢની જીવાદોરી સમાન લીલી પરિક્રમા યોજાવી જોઇએ. આ માટે સરકારે સત્વરે નિર્ણય જાહેર કરવો જોઇએ. ત્યારે જિલ્લા કલેકટરે સત્વરે ગિરવર ગિરનારની લીલી પરિક્રમા બાબતની તકેદારી, વ્યવસ્થા અને આયોજન માટેની મિટીંગ બોલાવવી જોઇએ. દરમિયાન લીલી પરિક્રમામાં ભાવિકોના પ્રવેશ માટે સરકાર દ્વારા કયારે નિર્ણય લેવાય અને મંજૂરી મળે તેની રાહ જોવાઇ રહી છે.

પરંતુ સનાતન હિન્દુ સંસ્કૃતિની જાળવણીના ભાગરૂપે ઉતારા મંડળ દ્વારા લીલી પરિક્રમા કરવાનું આયોજન કરાયું છે. આ આયોજન મુજબ આગામી 14 નવેમ્બર કારતક સુદ અગિયારસ(રવિવાર)ની મધ્યરાત્રિથી લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવશે અને 19 નવેમ્બર કારતક સુદ પૂનમ(શુક્રવાર)ના પરિક્રમા પૂરી કરવામાં આવશે. આ પરિક્રમામાં ઉતારા મંડળની સાથે સાધુ-સંતો,પદાધિકારીઓ તેમજ અધિકારીઓ જોડાશે. આ રીતે વર્ષોની પરંપરાને જાળવી રાખવા લીલી પરિક્રમા કરવામાં આવશે.

સરકાર દ્વારા હજુ કોઇ નિર્ણય નહિ
લીલી પરિક્રમા કરવી કે નહિ તે માટે સરકાર દ્વારા હજુ કોઇ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી નથી તેમજ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જ્યારે નિર્ણય કરવામાં આવશે ત્યાર બાદ જાણ કરવામાં આવશે. - રચિત રાજ, જિલ્લા કલેકટર.

રોપ -વેનું ભાડું ઘટાડો
રોપ વેનું ભાડું બહુ જ ઉંચુ છે. ત્યારે રોપવેનું ભાડું પણ ઘટાડવાની જરૂર છે. આ ભાડું તમામ કર સાથે પુખ્ત વયના માટે 150 રૂપિયા, બાળકો માટે 50, વૃદ્ધો માટે 50 અને વિદેશી નાગરિકો માટે 450 કરવાની પણ માંગ છે. સાથે લઘુ કુંભ મેળો અને લીલી પરિક્રમામાં રોપ વે ચાલુ રાખવા, કંપની દ્વારા વખતો વખત શ્વેત પત્ર બહાર પાડવા તેમજ કોઇપણ દુર્ઘટનામાં ઉષા બ્રેકો કંપનીએ જ વળતર આપવું તેવી માંગ છે.- ભાવેશભાઇ વેકરીયા.

અન્ય સમાચારો પણ છે...