તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગીર સોમનાથમાં રવિ પાકની તાકીદે ટેકાના ભાવે ખરીદી શરૂ કરો, ખેડૂતોની મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત

વેરાવળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ખેડૂતોની સ્‍થ‍િતિ કફોળી હોય સત્‍વરે ખરીદી શરૂ થાય તો ખેડૂત વર્ગને રાહત થઇ શકે

ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાક ઘઉંની 60 ટકા લલણી ખેડૂતોએ કરી નાખેલ છે અને આગામી એક સપ્તાહમાં સંપૂર્ણ લલણી પુરી થઇ જનાર હોવા છતાં જિલ્લા પુરવઠા વિભાગે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ ન હોવાથી સમગ્ર જિલ્લામાં તાકીદે ખરીદી કેન્‍દ્રો શરૂ કરવા ખેડૂત સમાજે મુખ્યમંત્રી સહીતનાને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે.

ગુજરાત ખેડૂત સમાજના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ભગવાનભાઇ સોલંકી અને ઉપપ્રમુખ જયેશભાઇ કછોટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવવામાં આવેલ કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રવિપાક ઘઉંના ટેકાનો ભાવ મીનીમમ સ્પોટ પ્રાઇઝ પ્રતિ મણ 395 (ત્રણસો પચાણું) જાહેર કરવામાં આવી છે. આગામી એક સપ્તાહમાં સૌ ટકા લલણી પુરી થઇ જશે પરંતુ જિલ્લાના પુરવઠા વિભાગે ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ નથી અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવેલ ન હોવાની પરિસ્થિતિના લીઘે જિલ્લાભરના ખેડૂતો પ્રતિ ખાંડી 1200 થી 1300 ની નુકશાની વેઠી ખુલ્લી બજારના વેપારીઓને મહેનતથી ઉત્પાદન કરેલ ઘઉં પ્રતિ મણ 300 થી 320 માં વેચી રહ્યા છે.

વઘુમાં રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતની વાતો કરે છે પરંતુ ખેડૂતોના હીતની જાહેરાતોનું અમલીકરણ કરણ અલગ અલગ સરકારી વિભાગોના સંકલનના અભાવને કારણે તાત્કાલિક સમય મર્યાદામાં થતું નથી તેવા સંજોગોમાં ગયા વર્ષ અતિભારે વરસાદના કારણે સોરરાષ્ટ્રના ખેડૂતોનો ખરીફ પાક સો ટકા નિષ્ફળ ગયેલ છે. તેમના આર્થિક મારથી ખેડૂતોનું ઘર ચાલવું પણ મુશ્કેલ બની ગયેલ છે. આજે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ અને દયનિય છે. ત્યારે ખેડૂતોની પાસે કોઇ આર્થિક બચત રહી નથી અને રવિ પાકને લણવામાં ઉભો થનાર ખર્ચને પહોંચી વળવા અને ઘઉં ઉત્પાદનમાં થયેલ ખર્ચનું ચુકવણું કરવાની સગવડ પણ ખેડૂતો પાસે નથી તેવી પરિસ્થિતિમાં લાંબા દિવસો સુધી ઉત્પાદન થયેલ રવિ પાક ઘઉંને ઘરમાં સંગ્રહ કરી રાખવું જિલ્લાના ખેડૂતો માટે શક્ય નથી. જેથી ઉચ્ચ કક્ષાએથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તાત્કાલીક શરૂ કરી જિલ્લા અને તાલુકા લેવલે ખરીદ કેન્દ્રો તાકીદે શરૂ કરવા વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવા જણાવેલ છે.

વધુમાં જણાવેલ કે, દર વર્ષ સમગ્ર સૌરાષ્ટ્રના હવામાનમાં સતત થતા ફેરફારના પ્રભાવના કારણે સરકારી કેલેન્ડર પ્રમાણે જુદી-જુદી સીઝનના પાકો લળી શકાય તે આજની પરિસ્થિતિએ ધરતી ઉપરના આવરણ મુજબ શક્ય નથી, આ વર્ષ સમય કરતાં વ્હેલો રવિપાક લળણી શરૂ થયેલ છે તેવા સંજોગોમાં સરકાર જુદા-જુદા વિસ્તારોના ખેતીપાકના વાવેતર અને લલણીના સમયને ધ્યાનમાં રાખી ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવા લાગું પડતા વિભાગોનું સંકલન સાધી સમય મર્યાદામાં શરૂ કરવા જોઇએ.

આ બાબતે ખેડૂત સમાજના પ્રમુખ ભગવાનભાઇ સોલંકી દ્વારા રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને ટેલીફોનીક રજૂઆત કરતા તા.8 માર્ચ સુધીમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરી દેવાની જાણકારી આપેલ અને હાલમાં જે ખેડૂતોએ ઘઉં લળણી કરી લીધેલ છે તેવા ખેડૂતો ટેકાનો ભાવ લેવા માટે થોડી પ્રતીક્ષા કરે તો ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઘઉંનો જાહેર કરેલ ભાવ મેળવી શકે તેવું અંતમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો