તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:રેવન્યુની પેન્ડીંગ કામગીરી 1 સપ્તાહમાં પૂર્ણ કરવા તાકીદ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ રેવન્યુ વિભાગનાં અધિકારીઓની બેઠક યોજાઇ

જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજનાં અધ્યક્ષસ્થાને રેવન્યુ વિભાગનાં અધિકારીઓની બેઠક યોજાઇ હતી,જેમાં કલેકટરે રેવન્યુ સબંધિ પેન્ડીંગ કામગીરી એક સપ્તાહમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં બાકી નોંધો, તકરારી નોંધો, નોંધ સ્કેન કરી અપલોડ કરવી, ૧૩૫-ડી જનરેશન સહિતની સમીક્ષા કરવામાં આવી હતી અને આ કામગીરી નિયમ અનુસાર સમય મર્યાદામાં પૂર્ણ કરવા સાથે નોંધોમાં ચોક્કસાઇ રાખવા કહેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નાયબ કલેક્ટર અને મામતદારની પ્રવાસ નોંધ, કાચી એન્ટ્રી લોક બાકી નોંધ, પેટ્રોલીયમ સ્ટોરેજ, હથિયાર લાયસન્સના અહેવાલો મુદત હરોળમાં મોકલી આપવા તેમજ રેવન્યુ રીકવરી સર્ટીફિકેટની વસુલાતની સમીક્ષા કરવામાં આવી હતી. મહેસુલ કચેરીના તપાસણીના બાકી પારા, વિવિધ કાયદા તળેના કેસો પૈકી છ માસ ઉપરના કેસોનો નિકાલ, સરકારી બાકી લેણાની વસુલાત, સીએમ ડેશ બોર્ડ તથા ડીઝીટલ ગુજરાતની અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...