તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:30 નવેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી આપવા તાકીદ, મનપા પગારદારો, વેતનદારો, બન્ને વ્યવસાયી પાસેથી વેરો ઉઘરાવે છે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાદમાં કરદાતા પાસેથી મનપા દંડ અને વ્યાજ વસુલ કરશે

પગારદારો, વેતનદારો, બન્ને વ્યવસાયીઓ, વેપારીઓ પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. ત્યારે તમામ બાકી વ્યવસાયી કરદાતાઓને વ્યવસાય વેરાની વર્ષ 2021ની અને પાછલી બાકી હોય તે રકમ 30 સપ્ટેમ્બર સુધીમાં ચૂકવી આપવા માટે મનપાએ તાકીદ કરી છે.

જો ત્યાં સુધીમાં રકમ ભરપાઇ કરવામાં નહિ આવે તો આવા બાકી કરદાતાઓ પાસેથી કરની રકમ ઉપરાંત દંડ અને વ્યાજની રકમ પણ વસુલ કરવામાં આવશે. ખાસ કરીને દુકાનદારો, વેપારીઓ, તબીબો, વ્યવસાયીઓ, ટેક્નિકલ અને પ્રોફેશનલ કન્સલ્ટન્ટો, વિમા એજન્ટો, કોન્ટ્રાકટરો, ટુર ઓપરેટરો, કેબલ ટીવી ઓપરેટરો, એડવર્ટાઇઝીંગ એજન્સીઓ, પાર્ટી પ્લોટ, સિનેમા ઘરો, આંગડીયા સર્વિસો, પ્રાઇવેટ લી. કંપનીઓ બેન્કો, એસ્ટેટ એજન્ટો, કારખાના માલિકો વગેરે બાકી વ્યવસાય વેરાની રકમ 30 સપ્ટેમ્બર પહેલા મનપાના રૂમ નંબર 207માં જમા કરાવી દઇ દંડ અને વ્યાજની રકમમાંથી બચી શકે છે. સાથે વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન બાકી હોય તેને પણ રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...