હરરાજીમાં હલ્લાબોલ:જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ભંગારની હરરાજીમાં હલ્લાબોલ : અંતે રદ કરાઇ

જૂનાગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 27 પાર્ટી જોડાઈ હતી, કહ્યું મળતીયાઓને નજીવી કિંમતે સામાન આપી દેવો’તો

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ભંગારની હરરાજીને લઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 27 પાર્ટીએ ટેન્ડર ભર્યા હતા. જેમાં જાહેર હરાજી કરવાનો ઉલેખ હતો. અને ગુરૂવારે હરાજી કરવાની હોય પરંતુ સિવીલના મેનેજમેન્ટ દ્વારા નિયમોનું પાલન ન કરાયાના આક્ષેપ સાથે હરાજીમાં ભાગ લેવા આવેલા તમામ લોકોએ વિરોધ નોંધાવી હરાજી બંધ રખાવી હતી.

અને જાહેરમાં જ હરાજી હાથ ધરવાની માંગ કરી હતી. જ્યારે જાવિદભાઈ ગોરી અને રજાકભાઈ લતિફભાઈ ખંધાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ તંત્ર દ્વારા મળતીયાઓને કરોડોનો માલ-સામાન નજીવી કિંમતે આપવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.

કિંમતી માલ-સામાન પાણીનાં ભાવે લઇ જવો 'તો, પણ એ ન થવા દીધું
શું કહે છે કમીટી મેમ્બર ?

આ અંગે કમીટીના મેમ્બર ડો.નયનાબેન લકુમે કહ્યું હતું કે, આમાં કોઈપણ વ્યકિતનો વ્યક્તિગત નિર્ણય ન હોય. આ બાબતે કમીટીના મેમ્બરો નક્કી કરે એ પ્રમાણે જ પ્રક્રિયા થતી હોય છે. પાર્ટીઓને મંજુર ન હોય પ્રક્રિયા મુલત્વી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...