આગાહી:જૂનાગઢ જિલ્લામાં 19 માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં કાપણી કરેલ પાકને સલામત સ્થળે ખસેડવા

હવામાન વિભાગ દ્રારા તા.15 થી તા.19 માર્ચ દરમિયાન જૂનાગઢ જિલ્લા સહિતના અન્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એપીએમસી માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એપીએમસી માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

અન્ય સમાચારો પણ છે...