તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઘર પાસેના કેન્દ્રમાં પરીક્ષા આપી શકશે, કોરોના મહામારીને લઇ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો નિર્ણય

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા કોરોના કાળને લીધે વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક નિર્ણય લેવાયો છે.આગામી 4 ડિસેમ્બરથી શરૂ થતી પ્રથમ તબક્કાની પરીક્ષા, 24 ડિસે.થી બીજા તબક્કાની અને 29 ડિસેમ્બરથી ત્રીજા તબક્કાની પરીક્ષા શરૂ થશે. ત્યારે વિદ્યાર્થીઓ ઓનલાઇન પોર્ટલ પર 3 થી 5 ડિસે. 2020 દરમ્યાન પ્રથમ તબક્કાનું કેન્દ્ર પસંદ કરી શકશે.યુનિ.ના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું છેકે, તમામ કોરોનાને લઇને યુજી સેમ. 5, સેમ. 3, એલએલબી સેમ. 3, પીજી સેમ. 3 અને બીએડ સેમ. 3 ની પરીક્ષાઓની તારીખ વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇને બદલવામાં આવી છે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું છેકે, એ રીતે પ્રથમ તબક્કાના પરીક્ષાર્થીઓ પોતાના રહેઠાણથી નજીકના પરીક્ષ કેન્દ્રો પર પરીક્ષા આપી શકે અને તેઓને ઘરથી દૂર ન જવું પડે એ માટે વિશાળ હિતાર્થે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.પરીક્ષા કેન્દ્ર બદલવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પોર્ટલમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રોમાંથી પોતાને અનુકૂળ કેન્દ્ર પસંદ કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ યુનિ. પરીક્ષા કેન્દ્ર સંદર્ભે આખરી નિર્ણય લેશે. જ્યારે દ્વિતીય તબક્કાની પરીક્ષા માટેનું કેન્દ્ર પસંદગી રજીસ્ટ્રેશનની તારીખ હવે પછી જાહેર કરાશે.

54451 છાત્રો પરીક્ષા આપશે
4 ડિસે.થી શરૂ થતી વિવિધ ફેકલ્ટીની પરીક્ષા પૈકી પ્રથમ તબક્કામાં 20,247, દ્વિતીય તબક્કામાં 30,036 અને તૃતીય તબક્કામાં 4168 એમ કુલ 54,451 વિદ્યાર્થીઓ પરીક્ષા અાપશે.

અન્ય સમાચારો પણ છે...