તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:યુનિવર્સિટી ફર્સ્ટને 18 વર્ષે ગોલ્ડ મેડલ એનાયત થયો, વિદ્યાર્થીની સંજોગોવશાત પદવીદાન સમારોહમાં નહોતી જઇ શકી

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ભણેલી એક વિદ્યાર્થીનીએ 18 વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જોકે, તેઓ સંજોગોવશાત પદવીદાન સમારોહમાં હાજર નહોતા રહી શક્યા. બાદમાં છેક 18 વર્ષે તેને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. જૂનાગઢમાં રહેતા દીનાબેન મનસુખભાઇ રાણીંગાએ વર્ષ 2002 માં અર્થશાસ્ત્રમાં એમએની પરીક્ષામાં એ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આથી તેમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. યુનિ.એ જેતે વખતે તેમને આ માટેનો પત્ર પણ પાઠવ્યો હતો.

પણ સંજોગોવશાત તેઓ એ વખતે સમારોહમાં હાજર નહોતા રહી શક્યા. એ દરમ્યાન તેમને યુનિ.એ મોકલેલો પત્ર ખોવાઇ ગયો હતો. તેમણે પોતાની મહેનતને લીધે તેમણે જીપીએસસીની વ્યાખ્યાતાની પરીક્ષા પાસ કરી હતી. અને તેમણે જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજમાંજ વ્યાખ્યાતા તરીકે નિમણૂંક મળી હતી. જોકે, તેમને ગોલ્ડ મેડલના મેરીટ માટે એ વખતે મળતા 10 માર્કસથી વંચિત રહેવું પડ્યું હતું. બાદમાં તેમણે સૌરાષ્ટ્ર યુનિ.માં વારંવાર સંપર્ક સાધી રજૂઆતો કરી હતી. અંતે સૌરાષ્ટ્ર યુનિ.એ એ વખતના ગેઝેટ તપાસી તેમાં દીનાબેનના નામની ખરાઇ કરી તેમને વર્ષ 2020 માં મેડલ એનાયત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...