અનોખા લગ્ન:જૂનાગઢમાં યોજાયા અનોખા લગ્ન, સસરાએ પિતા બની પુત્રવધુનું કર્યું કન્યાદાન

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાયન્સ ક્લબે લગ્ન કરાવી આપ્યા - Divya Bhaskar
લાયન્સ ક્લબે લગ્ન કરાવી આપ્યા
  • લાયન્સ ક્લબે લગ્ન કરાવી આપ્યા

જૂનાગઢમાં અનોખા લગ્ન યોજાયા હતા જેમાં સસરાએ પિતા બની પુત્રવધુનું કન્યાદાન કર્યું હતું. જ્યારે આ લગ્નનો તમામ ખર્ચ લાયન્સ ક્લબે ઉઠાવ્યો હતો. આ અંગે લાયન્સ ક્લબના રૂપલબેન લખલાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢના લલીતભાઇ ઓઝાના પુત્ર ગૌરાંગનું કોરોનાના કારણે અવસાન થયું હતું.

બાદમાં લલીતભાઇ ઓઝાએ પુત્રવધુને મનાવી તેના ફરી લગ્ન કરવાનું નક્કી કર્યું અને બાદમાં લગ્ન પણ ગોઠવી આપ્યા. ત્યારે આ ક્રાંતિકારી નિર્ણયમાં જોડાઇ લાયન્સ ક્લબે લગ્નનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. આ તકે લાયન્સ ક્લબ પ્રમુખ ચિરાગભાઇ પાનસુરીયા, સેક્રેટરી પ્રતિક રાબડીયા, ખજાનચી અશ્વિનભાઇ વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...