તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Unique Service To The Youth Of Sarkhadi Village In The Midst Of Oxygen Shortage, 100 Bottles Of Oxygen For Patients Started The Service

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાયજ્ઞ:ઓક્સિજનની અછત વચ્‍ચે સરખડી ગામના યુવાનોની અનોખી સેવા, દર્દીઓ માટે ઓક્સિજનની 100 બોટલો વસાવી સેવા શરૂ કરી

વેરાવળ14 દિવસ પહેલા
 • દર્દી હોસ્‍પિટલ કે ઘરે હોય ત્‍યાં ઓક્સિજન બોટલ યુવાનોનું ગ્રુપ વિનામૂલ્યે પહોંચાડી રહ્યું છે

સરખડી ગામના યુવાનોના ગ્રુપે લાખોનો ખર્ચ કરી 100 જેટલી ઓક્સિજનની બોટલો ખરીદી કરી છે. તેમજ તેને રીફીલીંગ કરાવી કોડીનાર શહેર અને તાલુકામાં જરૂરીયાતમંદ કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે પહોંચાડી જીવ બચાવવા પ્રેરણાદાયી માનવતાનું ઉતમ કામ કરી રહ્યાં છે.

ઓક્સિજનના 100 જેટલા બાટલા ભાવનગર ખાતેથી ખરીદ કર્યા

વેરાવળમાં કાર્યરત જીલ્‍લાકક્ષાની કોવિડ સહિત ખાનગી કોવિડ હોસ્‍પિટલોમાં બેડ ન હોવા ઉપરાંત ઓક્સિજનની કમીના લીઘે કોરોનાના દર્દીઓને પુરતી સારવાર મળી રહી ન હોવાની ધારાસભ્‍યોએ રજુઆત કરી છે. તો જિલ્લામાં અનેક કોરોના દર્દીઓએ ઓક્સિજનની અછતથી જીવ ગુમાવ્‍યો હોવાનું ખુદ ધારાસભ્‍યે આક્ષેપ કર્યો હતો. આવી કટોકટીભરી સ્‍થ‍િતિમાં જીલ્‍લાના કોડીનાર તાલુકાના સરખડી ગામના યુવાનોના ગ્રુપે આગળ આવી લાખો રૂપીયાનો ખર્ચ કરી ઓક્સિજનના 100 જેટલા બાટલા ભાવનગર ખાતેથી ખરીદ કર્યા બાદ રીફીલીંગ કરાવી અત્રે લઇ આવ્‍યા છે. હાલ જરૂરીયાતમંદ કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે આપી સેવાનું કાર્ય કરી રહ્યાં છે.

ઓક્સિજનની દર્દીઓને જરૂર પડે ત્યાં વિનામૂલ્યે પહોંચાડી રહ્યાં છે

આ સેવા કાર્ય અંગે ગ્રુપના સેવાકર્મી વિવેકસિંહ બારડે જણાવેલ કે, કોરોનાએ ભરડો લીઘો છે. એવા સમય અમારા તાલુકા અને જીલ્‍લામાં ઓક્સિજનની ભારે અછત સર્જાતી જોવા મળી હતી. જેથી અમારા ગ્રુપના મિત્રોએ ચર્ચા કરી ભાવનગર ખાતેથી 100 ઓક્સિજનની બોટલો ખરીદી કરી વસાવી છે. આ બોટલો કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત બહારના વિસ્તારોમાં જયાં ઓક્સિજનની દર્દીઓને જરૂર પડે ત્યાં યુવાનો જાતે બોટલો વિનામૂલ્યે પહોંચાડી રહ્યાં છે.

આ સેવા એકમાત્ર લોકોના જીવ બચાવવા માટે કરી રહ્યાં છે

અમારૂ ગ્રુપ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓને બોટલો પહોંચાડે એવું નહી ઘણીવાર કોડીનારની રાનાવાળા હોસ્પિટલ, ડોળાસાની સરકારી હોસ્પિટલ સહિત અનેક ખાનગી હોસ્‍પિટલોને ત્યાં સારવાર લેતા દર્દીઓને પણ પહોંચાડે છે. આ સેવા એકમાત્ર લોકોના જીવ બચાવવા માટે કરી રહ્યાં છે. વઘુમાં અમારા ગ્રુપના યુવાનો ખાલી થેયલી ઓક્સિજનની બોટલોને ફરી ઓક્સિજન ભરાવવા રીફીલીંગ માટે ભાવનગર મોકલી ત્‍યાંથી પરત આવે એટલે જરૂરીયાતમંદ દર્દીઓને પહોંચાડવાનું સેવાકાર્ય દિવસ-રાત અવિરત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો