તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:ગીર સોમનાથના કોડીનારમાં અનોખી હોળી પ્રથા, અંગારા પર ગામના યુવાનો ખુલ્લા પગે શ્રદ્ધા પૂર્વક ચાલે છે

કોડીનાર2 મહિનો પહેલા
  • વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત
  • વડિલો દ્વારા વરસાદનો વરતારો પણ કાઢવામાં આવે છે

ગીર સોમનાથ જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી હતી. કોડીનારનાં દેદાની દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત જોવા મળી હતી.

10 હજારની વસ્તી ધરાવતા દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે અને તે અંગારા પર ગામના યુવાનો વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધા પૂર્વક ચાલે છે. વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત જોવા મળે છે. જોકે, આજ દીવસ સુધી કોઈને ઇજાઓ પહોંચી નથી. હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો વરતારો પણ કાઢવામાં આવે છે પવનની દિશા દ્વારા આ વરતારો ગામના વડીલો કાઢે છે. આ વખતે 12 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે.

હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેતવા (અંગારા)ને કાઢી અમુક ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે અને ત્યાર બાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યાર બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે. આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 12 આની રહેશે. એટલે કે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે.ગામ લોકોનાં કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે. અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો