• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Union Minister Piyush Gohil's Sighting Of The Road Near The Ropeway, Knocking Down Municipal Commissioner And Forest Department Official

જૂનાગઢમાં અધિકારીઓનું આવી બન્યું:કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલની નજરે ચડ્યો રોપ-વે નજીકનો રોડ, મનપાના કમિશ્નર અને વન વિભાગના અધિકારીને ખખડાવી નાખ્યા

જુનાગઢ25 દિવસ પહેલા

સોમનાથના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે સરોવર પોર્ટ્રીકો ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પર્યટકોના દ્રષ્ટિકોથી આસ્થા અને શ્રદ્ધાનો મહિમા વધાર્યો છે.

સુવિધાઓ ઝીરો
બીજી તરફ મંત્રી પિયુષ ગોહિલે જણાવ્યું હતું કે, જૂનાગઢ ગીરની કેસર કેરી જૂનાગઢ પંથકનું નહીં પરંતુ ભારત દેશનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું છે. અલગ અલગ ક્ષેત્રમાં ગુજરાતે વિકાસમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મંત્રી પિયુષ ગોયલ જ્યારે રોપવેની મુલાકાત અને મા અંબાના દર્શને ગયા ત્યારે જૂનાગઢની સમગ્ર વાસ્તવિકતા પણ તેમને જાણી લીધી હતી. ખાડા ખબળા વાળા રોડ તેમની પણ નજરે ચડતા બાકી ન રહ્યા હતા. બીજી તરફ મા અંબાના દર્શન કરવા ગયા હતા ત્યારે અંબાજી મંદિર પરની બાથરૂમ, પાણીની અસુવિધાઓ પણ તેમના સુધી પહોંચી હતી. વિદેશોમાંથી પણ પ્રવાસીઓ જ્યારે આવતા હોય છે. કરોડો રૂપિયાના ખર્ચે રોપવે છતાં સુવિધાઓ ઝીરો જોવા મળી હતી.

શું વાંધો છે લોકોને સુવિધા આપવામાં?
અસુવિધાઓ બાબતે જૂનાગઢના કમિશનર રાકેશ તન્ના અને વન વિભાગના અધિકારી મંત્રીએ ઉધડો લીધો હતો અને ચાલુ મિંટિંગ દરમિયાન બંને અધિકારીઓને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, શું વાંધો છે લોકોને સુવિધા આપવામાં? શા માટે કામ નથી થતા? અને કઈ પ્રકારનું ગોકળ ગતિનું આ કામ શરૂ છે કે જ્યાં લોકો સુવિધાઓથી વંચિત રહે છે. જવાબમાં અધિકારીઓએ પણ આલિયાની ટોપી માલ્યા પર પહેરાવી હોય તેવું લાગી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...