તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા, મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત અભિવાદન કરાયું

વેરાવળ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનસુખભાઇ એ સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી તત્કાલ મહાપૂજા કરી
  • સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપ ના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું

પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા સહ પરિવાર આવી પહોંચેલ હતા. સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજાપૂજા તથા તત્કાલ મહાપૂજા કરેલ તેમજ વર્તમાન કોરોના મહામારી સામે દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જે લડાઇ લડી રહેલ છે તેમાં ઇશ્વર પણ આપણને મદદ કરે અને સફળ થઇએ તેવી પ્રાર્થના કરી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શનાર્થેઆજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા સહ પરીવાર આવી પહોંચતા સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વાગત અભિવાદન કરેલ તેમજ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઇ ઠકરાર, બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, જીલ્લા પ્રમુખ માનસીંગભાઇ પરમાર, તાલુકા પ્રમુખ હરદાસભાઇ સોલંકી, શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકી સહિત જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા નું સ્વાગત કરેલ હતું.

સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઇ મંડવીયા એ સહપરિવાર સોમનાથ મહાદેવને શીશ ઝુકાવેલ હતું તેમજ સોમનાથ મહાદેવને ધ્વજાપૂજા અને તત્કાલ મહાપૂજા કરી હતી. આ તકે ભગવાન સોમનાથ મહાદેવને વર્તમાન કોરોના મહામારીની સામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જે લડાઇ લડી રહેલ છે તેમાં ઇશ્વર આપણને મદદ કરે અને સફળ થઇએ તેવી પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા મનસુખભાઇ નું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...