અકસ્માત:જૂનાગઢના વાડલા ફાટક પાસે અજાણ્યા વાહનચાલકે યુવકને અડફેટે લેતા મોત

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક યુવાન આર્યુવેદ દવાની કંપનીમાં MR તરીકે ફરજ બજાવતો હતો
  • ઉના, કોડીનાર પંથકમાં આયુર્વેદ દવાની ડિલીવરી કરી પરત જૂનાગઢ આવી રહેલ ત્યારે અકસ્માત સર્જાયેલ

જૂનાગઢ વંથલી હાઇવે પર વાડલા ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઈક સવાર એમ.આર. યુવાનનું ચગદાઈ જવાથી ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈ હતી. આ અકસ્માતની ઘટના અંગે વંથલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા જલારામનગર વિસ્તારમાં રહેતા અને આર્યુવેદીક દવા કંપનીમાં એમ.આર. તરીકે નોકરી કરતા હીમાંશુગીરી ચીમનગીરી મેઘનાથી (ઉ.વ.36) ગત તા.13 ના રોજ આયુર્વેદિક દવાની ડિલીવરી કરવા માટે કોડીનાર ઉના પંથક સાઈડ ગયા હતા. દરમ્યાન ગતરાત્રે તેઓ જીજે 11 એ એફ નંબરના બાઈક પર પરત જૂનાગઢ આવી રહ્યા હતા. ત્યારે દસેક વાગ્યા આસપાસ તેઓ જૂનાગઢ- વંથલીની વચ્ચે વાડલા ગામના ફાટક નજીક પહોંચતા તેના બાઇકને અજાણ્યા વાહનએ હડફેટે લેતા હિમાંશુગીરી ફંગોળાઈ જઈ પટકાયા હતા. જેમાં તેમના શરીરનો અમુક હિસ્સો ચગદાઇ ગયો હોવાથી ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નીપજયું હતુ.

આ અકસ્માતની જાણ થતા ઇમરજન્સી 108 સેવાની એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સીવીલમાં ખસેડયો હતો. આ અંગે મૃતકના ભાઈ વિમલગીરી મેઘનાથીએ ફરિયાદ નોંધાવતા વંથલી પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવા વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવાનના અકાળે મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...