આઝાદી કા અમૃત મહોત્સવ:યુનિ.ના છાત્રો સ્વાતંત્ર સંગ્રામના ગુમનામ નાયકોની માહિતી મેળવશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા 7 દિવસીય ઇન્ટર્નશીપ પ્રોગ્રામ

ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ધ અનસંગ હિરોઝ : પ્રાઉડ ઓફ ભારત નામનો 7 દિવસીય ઇન્ટર્નશીપ પ્રોગામ શરૂ કરાયો છે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ સ્વાતંત્ર સંગ્રામના ગુમનામ નાયકોની તેમના કુટુંબીજનો પાસેથી માહિતી મેળવશે અને તેને સમાજ તરફ ઉજાગર કરશે.

દરમિયાન કાર્યક્રમમાં અધ્યક્ષીય સંબોધન કરતા કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,આઝાદીના લડવૈયાઓના બલિદાનના કારણે જ ભારત આજે વિશ્વ ગુરૂ બની રહ્યું છે. ભારતની લોકશાહીના સિદ્ધાંતોની સાર્થકતા આજે સમગ્ર દુનીયાને દેખાઇ રહી છે.સ્વાતંત્ર સેનાનીઓ જ આધુનિક ભારતના સાચા ઘડવૈયા છે. આ તકે મુખ્ય વકતા અશ્વની શર્માએ પણ પ્રાસંગિક પ્રવચન કરી સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલી આપી હતી. કાર્યક્રમમાં ડો. મયંક સોની, ડો. ઓમ જોષી,ડો. રાજેશ ડોડીયા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...