• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Underground Sewer Work Stopped On Khalilpur Road, Double Interruption In Underground Sewer Operation, First Work Stopped Due To Fair, Now Work Stopped Due To Shortage Of DI Pipe

કામગીરી સ્થગિત:ખલીલપુર રોડ ઉપર ભૂગર્ભ ગટરનું કામ અટક્યું, પહેલા મેળાના કારણે કામ અટકાવ્યું, હવે ડી આઇ પાઇપની તંગીથી કામ અટક્યું

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂગર્ભ ગટરની કામગીરીમાં બેવડું વિધ્ન
  • પાઇપ અને મશીનરી અન્ય સ્થળે ચાલતી કામગીરીમાં ફેરવી દેવાયા, હવે નવા ડીઆઇ પાઇપ આવે તેના પર આધાર

જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં હાલ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી બંધ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને શહેરના ખલીલપુર રોડ પર થનાર ભૂગર્ભ ગટરની કામગીરી હાલ સ્થગિત કરી દેવાઇ છે. આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, જોષીપરાના સરદારપરાથી લઇને ખલીલપુર ચોકડી સુધી ભૂગર્ભ ગટરની કામગીરી કરવાની હતી. આ માટે ટ્રાયલ ફિટ પણ લાગી ગઇ હતી, મશીનરી પણ આવી ગઇ હતી અને થોડા પાઇપ પણ આવી ગયા હતા.

જોકે, બાદમાં આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારે આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, ખલીલપુર રોડ પર થનારી ભૂગર્ભ ગટરની કામગીરીને બેવડું વિધ્ન નડ્યું છે. સૌ પહેલા કામ શરૂ કરવા માટેની તમામ તૈયારી કરી હતી, ટ્રાયલ ફિટ લગાવી હતી, મશીનરી લાવી દેવાઇ હતી અને થોડા પાઇપ પણ લાવવામાં આવ્યા હતા. પરંતુ મહા શિવરાત્રીના મેળાને લઇને તંત્રએ ભૂગર્ભ ગટરની કામગીરી થોડો સમય સ્થગિત કરવા આદેશ કર્યો હતો જેના કારણે કોન્ટ્રાકટરે આ કામગીરી પર બ્રેક લગાવી દીધી છે.

કોન્ટ્રાકટરે મશીનરી અને પાઇપ અન્ય સ્થળે જ્યાં કામ કરવાનું હતું ત્યાં શિફ્ટ કરી દીધા છે. દરમિયાન હવે બીજું પણ વિધ્ન આવી રહ્યું છે અને તે વિધ્ન છે ડીઆઇ પાઇપની તંગી. ડીઆઇ પાઇપ બનાવતી કંપની પાસે પાઇપનો પૂરતો સ્ટોક નથી. માટે મંગાવ્યા મુજબ પાઇપની ડિલેવરી થતી નથી. પરિણામે ભૂગર્ભ ગટરની કામગીરીમાં વિલંબ થઇ શકે છે. હવે ખલીલપુર રોડ પર થનાર ભૂગર્ભ ગટરની કામગીરીનો આધાર ડીઆઇ પાઇપની સપ્લાય પર રહ્યો છે. જો, કંપની સમયસર અને પૂરતા જથ્થામાં ડીઆઇ પાઇપ સપ્લાય ન કરે તો ભૂગર્ભ ગટરની કામગીરીમાં વિલંબ થઇ શકે છે.

શું કહે છે કોન્ટ્રાકટર?
હાલમાં ડીઆઇ પાઇપની તંગી છે. કંપની પાસે 1 કિમી સુધીના કામના પાઇપ મંગાવો ત્યારે અડધો કિમીમાં કામ થાય તેટલા પાઇપની સપ્લાય થઇ રહી છે. પરિણામે કામમાં વિલંબ થઇ રહ્યો છે. વળી, ભાવમાં પણ 50 ટકાનો વધારો થયો છે. પરિણામે આર્થિક માર પણ ખમવો પડશે.જોકે, કોન્ટ્રાકટ લીધો છે તો આર્થિક નુકસાની ખમીને પણ કામ કરવું પડશે. કારણ કે કામ ન કરો કે મોડું કરોતો પેનલ્ટિ લાગે છે. આમ, આર્થિક નુકસાની તો ખમવી જ પડશે.

વર્ક ઓર્ડર મુજબ કંપની પાઇપ બનાવે છે
ડીઆઇ પાઇપ અમુક નામાંકિત કંપનીઓ જ બનાવે છે. એ કંપનીઓ પણ વર્ક ઓર્ડર આપો, જે યોજનામાં વાપરવાના હોય તેની વિગત આપો પછી જ પાઇપ બનાવે છે. આમ, આ પાઇપ જે યોજનામાં હોય તે યોજનામાં જ વાપરી શકાય છે.

ટેન્ડર બાદ ભાવ વધ્યા
અનેક કોન્ટ્રાકટરોએ કામના ટેન્ડર લઇ લીધા બાદ ડીઆઇ પાઇપના ભાવ વધ્યા છે. પરિણામે તેમને આર્થિક માર ખમવો પડશે. ટેન્ડર વખતે ડીઆઇ પાઇપનો મિટરનો ભાવ 1,380 હતો જે આજે મિટરના 2,200થી વધુ થઇ ગયો છે. જોકે, એક આશાવાદ કોન્ટ્રાકટરો એ પણ સેવી રહ્યા છે કે, આ ભાવ વધારો ફૂગાવાની અસરથી છે જે થોડો સમય રહેશે. બાદમાં મૂળ ભાવ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...