તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જુનાગઢ જિલ્લામાં કોરોના બેકાબૂ, આજે કોરોના પોઝિટિવના નવા 484 કેસ નોંધાયા

જુનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 3,087 લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી

જૂનાગઢ જિલ્લામાં દરરોજ કોરોના કેસોનો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસોની સામાન્ય ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 484 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં જૂનાગઢ શહેરમાં 227, જૂનાગઢ ગ્રામ્‍યમાં 26, કેશોદમાં 39, ભેંસાણમાં 22, માળીયામાં 29, માણાવદરમાં 35, મેંદરડામાં 21, માંગરોળમાં 25, વંથલીમાં 23, વિસાવદરમાં 37 કેસો નોંધાયા છે.

જિલ્લામાં 180 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

આજે જીલ્‍લામાં 11 મૃત્‍યુ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરના 5, ભેંસાણના 1, જૂનાગઢ ગ્રામ્‍યના 1, માણાવદરના 1, કેશોદના 1, માળીયાના 1, મેંદરડાના 1 દર્દીનું મૃત્‍યુ નોંધાયેલ છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, આજે જિલ્લામાં 180 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં 2,84,539 લોકોને કોરોના રસીથી રક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 3,087 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...