નિમણુંક:જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘમાં હોદ્દેદારોની બિનહરિફ વરણી

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત 17મી વખત પ્રમુખ બનતા લક્ષ્મણભાઇ યાદવ
  • સંસ્થા દ્વારા ખેડૂતોને પ્રતિ વર્ષ 15 ટકા ડિવીડન્ડ અપાય છે

જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે લક્ષમણભાઇ યાદવ, ઉપપ્રમુખ તરીકે જયેશભાઇ ગુંદાણીયાની તેમજ બોર્ડના સભ્યોની બિનહરિફ વરણી કરાઇ હતી. જૂનાગઢ શહેર મામલતદાર તેજષભાઇ જોશીની ઉપસ્થિતીમાં ચૂંટણી યોજાઇ હતી જેમાં લક્ષમણભાઇ યાદવે પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે જયેશભાઇ ગુંદાણીયાએ ફોર્મ રજૂ કર્યું હતું.

અન્ય કોઇએ ફોર્મ ન ભરતા લક્ષમણભાઇ યાદવની પ્રમુખ તરીકે તેમજ જયેશભાઇ ગુંદાણીયાની ઉપપ્રમુખ તરીકે બિનહરિફ વરણી થઇ હતી. આ સાથે બોર્ડની પણ બિનહરિફ વરણી થઇ હતી. આ તકે લક્ષમણભાઇ યાદવે જણાવ્યું હતું કે, વર્ષ 2006થી 2022 સુધી સતત 17 વર્ષ જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘમાં પ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાતો રહ્યો છું. અમારી સંસ્થા 2006થી દર વર્ષે ખેડૂતોને 15 ટકા ડિવીડન્ડ આપે છે.

આ તકે પૂર્વમંત્રી જશાભાઇ બારડ, જેઠાભાઇ પાનેરા, મનુભાઇ ખુંટી, નટુભાઇ પોંકીયા, નારણભાઇ ભેટારીયા, કરશનભાઇ જલુ, જેસીંગભાઇ મોરી, દિલીપભાઇ મોરી, કાનજીભાઇ યાદવ,બાઘુભાઇ વેગડ સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ લક્ષમણભાઇ યાદવને તેમજ જયેશભાઇ ગુંદાણીયાને ફૂલહાર પહેરાવી, મોં મીઠા કરાવી આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...