તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાનો પ્રયાસ:જૂનાગઢના પાદરીયા ગામમાં ભાણેજ તથા બનેવી ઉપર મામાનો ખૂની હુમલો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામા અને માસા વચ્ચેના મનદુઃખના કારણે માથાકૂટ થઈ

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામમાં રહેતા યુવાન અને તેના પિતા પર તેના મામાએ પાઇપ અને ધારદાર હથિયાર વડે ખૂની હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ થતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામમાં રહેતા સાગર ભુપત મકવાણા તથા તેના પરિવારજનો તા.21 ના રાત્રે સવા આઠેક વાગ્યે તેના મામા મહેશ ચકુ સોલંકી અને મામી મુક્તાબેન મહેશ સોલંકી ત્યાં આવ્યા હતા અને બંનેએ સંજયને અવાર નવાર કેમ જૂનાગઢથી બોલાવો છો અમારે તેની સાથે જૂની માથાકૂટ ચાલે છે તે ખબર નથી ? તેમ કહી સાગર સાથે ઝઘડો કરવા લાગેલ હતા. બાદમાં ઉશ્કેરાઈ જઇ સાગર પર પાઇપ વડે હુમલો કર્યો હતો.

સાગરના માસા સંજયભાઈ વચ્ચે પડતા તેને પણ પાઇપ માર્યો હતો. સાગરના પિતા વચ્ચે પડતા તેના માથામાં ધારદાર હથિયાર ઝીંકી દેતા તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. બાદમાં ત્રણેયને 108 સેવાની એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી સાગરના પિતા ભુપતભાઇને આઠ ટાંકા લેવા પડ્યા હતા. આ અંગે ફરિયાદ થતા પોલીસે હત્યાના પ્રયાસ અને મારમાર્યાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...